________________ તેણે એક હજાર વર્ષ જેટલો નૈસર્ગિક વિકાસ કરેલો ગણાય. એ પ્રમાણે એક વર્ષમાં 3,65,000 (ત્રણ લાખ, પાંસઠ હજાર વર્ષો) ઉત્ક્રાંતિ કરી શકે. કુદરતને જે પરિણામ લાવતા, દસ લાખ વર્ષો જોઈએ એ જ પરિણામ એક યોગી બુદ્ધિપૂર્વકના સ્વપ્રયત્નથી ત્રણ વર્ષમાં જ મેળવી શકે છે. અલબત્ત, ક્રિયાનો આ ટૂંકો માર્ગ બહુ જ આગળ વધેલા સિદ્ધ યોગીઓ જ કરી શકે. - ક્રિયાની શરૂઆતનો સાધક દિવસમાં બે વખત ચૌદથી ચોવીસ વખતની જ પોતાના યોગની ક્રિયા કરે છે. ઘણા યોગીઓએ ઇ, બાર, ચોવીસ કે અડતાળીસ વર્ષોમાં જ મુક્તિ મેળવી છે (જો કોઈ યોગી સંપૂર્ણ મુક્તિ મેળવતા પહેલાં જ ગુજરી જાય તો ભૂતકાળની એની ક્રિયા સાધના સારાં ફળો એ સાથે લઈ જાય છે અને એના જીવનમાં એ ફળો અને છેવટની મુક્તિ તરફ ધકેલે છે). સામાન્ય મનુષ્યનું શરીર પચાસ વૉટની બત્તી જેવું હોય છે અને ક્રિયાના અતિપડતા અભ્યાસથી ઉત્પન્ન થતી કરોડો વૉટની શક્તિ એ ઝીલી શકતું નથી. ક્રિયાના સાદા અને નિર્દોષ અભ્યાસથી મનુષ્યનું શરીર દરરોજ સૂક્ષ્મ રીતે રૂપાંતરણ પામતું જાય છે અને છેવટે તે વિશ્વશક્તિની અમર્યાદ શક્તિઓનો આવિર્ભાવ કરવા જેટલી ક્ષમતા ધરાવે છે. કુદરતી નિયમને આધીન માણસોમાં પ્રાણશક્તિનો પ્રવાહ બહુમુખી હોય છે. આ પ્રવાહો ઇંદ્રિયોમાં વેડફાઈ જાય છે. ક્રિયાના અભ્યાસથી આ પ્રવાહ ઊલટાઈ જાય છે, પ્રાણશક્તિ અંતરવિશ્વમાં ધકેલાય છે અને મેરુદંડની સૂમ શક્તિઓ સાથે પુનઃ સંયોજિત થાય છે. પ્રાણશક્તિના આવા પુનઃ સંયોગથી શરીર અને મગજના કોષો આધ્યાત્મિક અમૃતથી વિદ્યુતમય બને છે. - ક્રિયાયોગ આત્મા અને શરીરને સંયોજિત રાખનારી પ્રાણગ્રંથિને તોડીને શરીરને દીર્ઘજીવન બક્ષે છે અને ચૈતન્યને અમર્યાદ બનાવે છે. પ્રાણશક્તિ મારફતે મનને કબજામાં રાખતો શરીર અને મનનો સ્વામી એવો ક્રિયાયોગી મરણને પણ કાબૂમાં લે છે. આ યોગિક શાસ્ત્ર એકાગ્રતા અને ધ્યાનની પ્રક્રિયાના સર્વ પ્રકારના અનુભવસિદ્ધ વિચારો પર આધારિત છે. આ યોગક્રિયાથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શ્રવણ આ પાંચે ઈંદ્રિય પ્રવાહોમાંથી યોગી ઈચ્છા પ્રમાણે પ્રાણશક્તિ ખેંચી કે મૂકી શકે છે. દેહાધ્યાસથી છૂ થયેલ સિદ્ધ ક્રિયાયોગીનું જીવન પાછલાં કર્મોના પરિણામ પ્રમાણે ચાલતું નથી, પણ આત્માના આદેશ પ્રમાણે જ ચાલે છે. શંકરાચાર્યે સુત્રશતકમાં લખ્યું છે, બાહ્ય ક્રિયાકાંડ અજ્ઞાનનો નાશ કરવા નથી, કેવળ અનુભવજ્ઞાન જ અજ્ઞાનનો નાશ કરે છે... હું કોણ? આ વિશ્વની ઉત્પત્તિ શી રીતે થઈ ? એનો કર્તા કોણ છે? એનું મૂળ કારણ શું? એ જાણ્યા સિવાય અન્ય કોઈ પણ માર્ગે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આ બધા પ્રશ્નોનો જવાબ બુદ્ધિ આપી શકતી નથી, તેથી ઋષિઓએ આધ્યાત્મિક ખોજ માટે યોગની પ્રક્રિયા નિર્માણ કરી. એક સાચો યોગી દેહાધ્યાસમાંથી ઉદ્ભવતી વાસનાઓથી પોતાના મન, ઈચ્છાશક્તિ અને લાગણીઓને દૂર રાખીને અને પોતાના મનને મેરુદંડમાંની ઊર્વ ચૈતન્યમય શક્તિઓ સાથે સંયોજિત રાખી આ જગતમાં ઈશ્વરાધીન થઈને વિચરે છે. ક્રિયાયોગ એ ભગવદ્ગીતામાં વારંવાર પ્રશંસા પામેલો ‘અગ્નિસંસ્કાર” છે, જેમાં યોગી પોતાની તમામ વાસનાઓને હોમી દે છે અને જગત તથા પરમાત્મા સમક્ષ પવિત્ર થઈને ઊભો રહે છે. આવા ક્રિયાયોગના સાધક અને પ્રેરક પરમહંસ યોગાનંદે ૭મી માર્ચ, ૧૯૫રના અમેરિકાના કૅલિફોર્નિયાના લૉસ એન્જલિસ શહેરમાં મહાસમાધિ લીધી. મહાસમાધિ લીધા બાદ 20 દિવસ પછી પણ એમના મૃત શરીરમાં કોઈ વિક્રિયા જણાઈ નહિ, શારીરિક કોષો પણ સુકાયા ન હતા. એમનું તેવું ને તેવું જ વદન અવિકારીપણાના દિવ્ય તેજથી ઝળહળતું હતું. શરીરની આવી સંપૂર્ણ અવિકારી અને સુરક્ષિત સ્થિતિ એ મૃત્વની તવારીખમાં એક અભૂતપૂર્વ બનાવ હતો. યોગની ઉપયોગિતા એમણે ફક્ત જીવનમાં જ નહીં, પણ મૃત્યુમાં પણ પ્રદર્શિત કરી. સંદર્ભ ગ્રંથ : લેખક યોગી કથામૃત: Autobiography of a yogi પરમહંસ યોગાનંદ FINAL - 1 142 | યોગમાર્ગની અંતર્દષ્ટિ as યોગમાર્ગની અંતર્દષ્ટિ 143