________________ છે. આવા યોગી શ્રી યુક્લેશ્વરગિરિ પાસે મુકુંદ ઈ.સ. ૧૯૧૪ના જુલાઈ માસમાં સ્વામી સંસ્થાના સંન્યાસી થયા. એમની ઈચ્છા પ્રમાણે એમનું નામ યોગાનંદ રખાયું. સ્વામી શ્રી યુક્લેશ્વરગિરિ ભગવદ્ગીતાના મહાન ભાષ્યકાર હતા. બનારસના યોગીરાજ શ્રી શ્યામચરણ લાહિરી મહાશયના તેઓ અગ્રગણ્ય શિષ્ય હતા. ભગવદ્ગીતા અને બીજાં શાસ્ત્રો પરની એમની ટીકા બતાવે છે કે પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાન પર એમનો અસાધારણ કાબૂ હતો. શ્રી યુક્તશ્વરગિરિની પ્રેરણાથી તેમના પટ્ટશિષ્ય યોગાનંદે ક્રિયાયોગની પ્રવૃત્તિને પશ્ચિમમાં પહોંચાડી. એમનાં ભવિષ્યદર્શન શક્તિ અને ઊંડા આત્મજ્ઞાનથી પ્રેરાઈને સ્વામી યોગાનંદે સમુદ્રપર્યટન કરી અમેરિકા તેમ જ યુરોપમાં વેદાંતદર્શનનો પ્રચાર કર્યો. ઈ.સ. ૧૯૨૦થી 1935 સુધી 15 વર્ષ દરમિયાન અમેરિકાનાં બધાં મુખ્ય મુખ્ય શહેરોમાં પ્રવચનો આપ્યાં, ક્રિયાયોગના વર્ગો લીધા. સન ૧૯૨૫માં કૅલિફોર્નિયામાં લૉસ એન્જલિસમાં અમેરિકાના મુખ્ય આશ્રમની સ્થાપના કરી. સન ૧૯૩૫ના તેઓ હિંદ પાછા આવ્યા. એમના ગુરુ શ્રી યુક્લેશ્વરગિરિએ એમના દેહાંત પહેલાં સ્વામી યોગાનંદજીને ઉચ્ચતર સંન્યાસીની ‘પરમહંસ' પદવી અર્પણ કરી. ઈ.સ. ૧૯૩૭ના પરમહંસ યોગાનંદ પાછા યુરોપ અને અમેરિકા ગયા અને પોતાની અંતિમ મહાસમાધિ સુધી અમેરિકામાં જ રહ્યા. અહીં એન્સીનીટાસમાં બીજો આશ્રમ સ્થાપ્યો યોગદા સત્સંગ સોસાયટી ઑફ ઈન્ડિયા - સેલ્ફ રીઅલાઈઝેશન ફેલોશિપની સ્થાપના કરી જેનો ઉદ્દેશ - માનવજાતની પોતાના જ વિશાળ આત્મારૂપે સેવા કરવી. ક્રિયાયોગનું વિજ્ઞાન ક્રિયાયોગ એ હિંદનું પુરાણું વિજ્ઞાન છે. આ ક્રિયાયોગનું વિજ્ઞાન કૃષ્ણ હજારો વર્ષો પૂર્વે અર્જુનને આપ્યું હતું, જેનો ઉલ્લેખ શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં -બે વખત કર્યો છે. યોગના મુખ્ય પુરસ્કર્તા પ્રાચીન ઋષિ પતંજલિએ પોતાના શાસ્ત્રમાં ક્રિયાયોગનો ઉલ્લેખ બે વખત કર્યો છે. તેમણે લખ્યું છે, ‘શરીરની શિસ્ત, માનસિક સંયમ અને ઓમ્ પર ધ્યાન એને ક્રિયાયોગ કહેવાય છે. ક્રિયાયોગ વ્યક્તિના આધ્યાત્મિક વિકાસને બહુ ગતિ આપે છે. હિંદુ શાસ્ત્રો કહે છે કે, માયાથી સદંતર છૂટવા માટે વારંવાર જન્મ-મરણના ફેરામાં ફરતા જીવને દસ લાખ વર્ષ લાગે છે. આ કુદરતી સમય ક્રિયાયોગથી ઘણો ટૂંકો થઈ જાય છે. લાહિરી મહાશયને એ તેમના ગુરુ બાબાજી તરફથી મળ્યું હતું. જેમણે અંધકારયુગમાં નષ્ટ થયેલા આ શાસ્ત્રને ફરીથી શોધી કાઢીને તથા તેની પ્રક્રિયાઓને શુદ્ધ કરીને એને નવજીવન બક્યું અને એને ક્રિયાયોગ નામ આપ્યું. - ક્રિયાનો સંસ્કૃત ધાતુ % છે, જેનો અર્થ કરવું, આચરવું થાય છે. કર્મ શબ્દનો ધાતુ પણ એ જ છે અને તેનો અર્થ કાર્યકારણનો નૈસર્ગિક નિયમ એવો થાય છે. એટલે ક્રિયાયોગ એટલે કર્મ (ક્રિયા) મારફતે ઈશ્વરનો સંયોગ જે યોગી વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક એની ચોક્કસ પ્રક્રિયાઓ કરે તે ધીરેધીરે કર્મ અથવા કાર્યકારણના વિશ્ચચક્રમાંથી છૂટી જાય છે. ક્રિયાયોગ એ એક એવી સાદી, માનસ-શારીરિક પદ્ધતિ છે જેથી માણસના લોહીમાંથી કાર્બનનું તત્ત્વ દૂર થાય છે અને તેની જગ્યાએ ઑક્સિજનનો પુનઃ સંચાર થાય છે. આ વધારાના ઑકિસજનના પરમાણુઓનું જીવનતત્ત્વમાં રૂપાંતર કરી નાખવું કે જેથી મગજ અને મેરુદંડમાં ચક્રોનો કાયાકલ્પ થયા કરે, સિદ્ધયોગી પોતાના રક્તકોષોને શુદ્ધ શક્તિમાં ફેરવી નાખી શકે છે. ક્રિયાયોગી પોતાની પ્રાણશક્તિને માનસિક રીતે મેરુદંડનાં પદો (મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધાખ્યું અને આજ્ઞાચક્ર) ઉપર અને નીચે ફેરવે છે. આ વિશ્વમાનવના પ્રતીક જેવા ભૂમંડળ (Zodia)ની બાર સૂકમ રાશિઓ સમાન છે. મનુષ્યના તીણ મેરુદંડની આસપાસ પ્રાણશક્તિનું અડધી મિનિટનું ભ્રમણ એની ઉત્ક્રાંતિમાં સૂક્ષ્મ વિકાસ સાધે છે; માત્ર અડધી મિનિટની આ ક્રિયા એની એક વરસની નૈસર્ગિક આધ્યાત્મિક પ્રગતિની બરાબરી કરી શકે છે. એક યોગી એક દિવસના સાડા આઠ કલાકમાં એક હજાર ક્રિયા કરે તો FINAL - 16-01 - ઈશ્વરનો અંગત અપરોક્ષ અનુભવ પ્રાપ્ત કરવા માટેની ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિઓના જ્ઞાનનો વિશ્વમાં પ્રચાર કરવો. - ભગવાન કૃષ્ણ ઉપદેશેલા મૂળ યોગ અને ઈશુ ખ્રિસ્તે ઉપદેશેલા મૂળ ખ્રિસ્તી ધર્મ વચ્ચેની સંપૂર્ણ સંવાદિતા અને મૂળભૂત એકતાનું દર્શન કરાવવું અને સત્યના આ સિદ્ધાંતો બધા જ સાચા ધર્મોનો સામાન્ય વૈજ્ઞાનિક પાયો છે એ સ્પષ્ટ કરવું. - મનુષ્યને શારીરિક રોગ, માનસિક અસંવાદિતા અને આધ્યાત્મિક અજ્ઞાનતા એ ત્રિવિધ તાપમાંથી મુક્તિ અપાવવી. - શરીર કરતાં મન અને મન કરતાં આત્માની ઉચ્ચતા સિદ્ધ કરી બતાવવી. - પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સમજણ અને બંનેના શ્રેષ્ઠ ગુણોની આપ-લે કરવાની હિમાયત કરવી. 140 યોગમાર્ગની અંતર્દષ્ટિ e , યોગમાર્ગની અંતર્દષ્ટિ ,141