________________ પ્રભુપાદસ્વામી અને કૃષ્ણભાવના ડૉ. રશ્મિબેન ભેદા 6-01-19 શ્રીમદ્દ ભક્તિવેદાંત પ્રભુપાદસ્વામીનો જન્મ ઈ.સ. ૧૮૯૬ના કોલમ્રતામાં થયો. તેઓ પોતાના આધ્યાત્મિક ગુરુ શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામીને પ્રથમ વાર ૧૯૨૨માં કોલકાતામાં મળ્યા. ભક્તિસિદ્ધાંત સરસ્વતી ચોસઠ ગૌડીય મઠો (વૈદિક સંસ્થાઓ)નો પાયો નાખનાર વિદ્વાન મહાપુરુષ હતા. તેમણે પ્રભુપાદસ્વામીને અંગ્રેજી ભાષામાં વૈદિક જ્ઞાનના પ્રચાર માટે પ્રેરણા કરી. શ્રીલ પ્રભુપાદ એમના અનુયાયી બન્યા અને સન ૧૯૩૩માં અલાહાબાદમાં તેમના શિષ્ય તરીકે ઔપચારિક દીક્ષા ગ્રહણ કરી. એમણે ભગવદ્ગીતા પર ભાષ્ય લખ્યું. ગૌડીય મઠને તેના કાર્યમાં સહાય કરી અને ઈ.સ. ૧૯૪૪માં એક અંગ્રેજી પાક્ષિક શરૂ કર્યું. તેઓ તેનું સંપાદન કરતા, હસ્તપ્રતો ટાઈપ કરતા અને પૂફરીડિંગ પણ કરતા. અત્યારે એ ત્રીસથી વધુ ભાષાઓમાં પ્રકાશિત થઈ રહ્યું છે. શ્રીલ પ્રભુપાદના તત્ત્વજ્ઞાનની વિદ્વતા અને ભક્તિની કદર કરીને ગૌડીય વૈષ્ણવ સમાજે ૧૯૪૭માં એમને ‘ભક્તિવેદાંત” પદવી આપીને બહુમાન ક્યું. 1950 પછી વધારે સમય અધ્યયન અને લેખનકાર્ય માટે આપવા વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો. મધ્યકાલીન ઐતિહાસિક રાધા-દામોદર મંદિરમાં રહે કેટલાંય લર્ષો સુધી અધ્યયન અને લેખનકાર્ય કર્યું. ઈ.સ. ૧૯૫૯માં સંન્યાસ લીધો. અહીં શ્રીલ પ્રભુપાદે પોતાના જીવનની સર્વોત્તમ કૃતિ શ્રીમદ્ ભાગવતમ્ (ભાગવત પુરાણ)ના અઢાર હજાર શ્લોકોનું અનેક ગ્રંથોમાં ભાષાંતર અને વિસ્તૃત ભાષ્ય રચવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. ઈ.સ. ૧૯૬૫માં તેઓ અમેરિકા ગયા. જુલાઈ, ૧૯૬૬માં એમણે ISCON (ઈન્ટરનૅશનલ સોસાયટી ફૉર કૃષ્ણ કૉન્શિયસનેસ)ની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૬૮માં એમણે અમેરિકામાં ISCONની પ્રથમ ફાર્મ વસાહત શરૂ કરી જેમાં ગોરક્ષા, ખેતી પર નિર્ભર સાદું જીવન, કૃષ્ણની પ્રકૃતિ એ મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવતો. તેમના અનુયાયીઓએ ત્યાર પછી અમેરિકા અને અન્ય દેશોમાં તેવી જ વસાહતો સ્થાપી છે. ઈ.સ. ૧૯૭૨માં શ્રીલ પ્રભુપાદે ડલાસ-ટેક્સાસમાં ગુરુકુળની સ્થાપના કરી. પશ્ચિમમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ વૈદિક પદ્ધતિનું શિક્ષણ શરૂ કર્યું. ઈ.સ. 1990 સુધી દુનિયાભરમાં 15 ગુરુકુળો સ્થાપવામાં આવ્યા છે, જેનું મુખ્ય કેન્દ્ર વૃંદાવનમાં આવેલું છે. શ્રીલ પ્રભુપાદનો સૌથી મહત્ત્વપૂર્ણ ફાળો તેમનાં પુસ્તકો છે. વિશ્વની ઘણી મુખ્ય યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં તેમના ગ્રંથોનો ઉપયોગ આધારભૂત પુસ્તકો તરીકે કરાય છે. તેમનાં લખાણોનું પ૦ થી વધારે ભાષાઓમાં ભાષાંતર થયું છે. તેમનાં લખેલ પુસ્તકો પ્રસિદ્ધ કરતું ‘ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ' સૌથી વધારે વેદાંત પુસ્તકોનું -પ્રકાશન કરનાર સંસ્થા છે. સ્વામી પૂજયપાદ શ્રીકૃષ્ણના શ્રેષ્ઠતમ ભક્ત હતા. એમણે દુનિયાભરમાં કૃષ્ણભાવનાના પ્રચાર દ્વારા આધ્યાત્મિક ક્રાંતિ સર્જી. બાર વર્ષના ગાળામાં તેમણે વિશ્વનાં તમામ મુખ્ય શહેરોમાં એકસો વીસ જેટલાં શ્રીકૃષ્ણના મંદિરો (ISCON)ની સ્થાપના કરી. આ કૃષ્ણભાવનામૃતનો પ્રચાર એમણે ભગવદ્ગીતાની સત્તાના આધારે જ કરેલો છે. કૃષ્ણમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને અન્ય બધા જ સમાયેલા છે. જે મનુષ્ય પોતાના મનમાં હંમેશાં કૃષ્ણનું ચિંતન કરે છે તે પ્રથમ કક્ષાનો યોગી છે. ભગવાન કૃષ્ણ ભગવદ્ગીતાની શરૂઆતમાં આ જ વાત અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે પોતે શરીર ન હતો. “સૌપ્રથમ એમ સમજવાનો પ્રયત્ન કર કે તું કોણ છે ? તું આ દેહ છે કે નહીં ? તું જીવનમાં દૈહિક ખયાલમાં શા માટે દુઃખી થાય છે ?" આ ઉપદેશ માત્ર અર્જુનને સમજાવવા માટે જ નહીં, પણ બધાના માટે જ હતો. સૌપ્રથમ આપણે એ શીખવું જોઈએ કે, “હું દેહ નથી” તેમ જ “હું આત્મા છું' આ વૈદિક ઉપદેશ છે. “તમે આ દેહ નથી” એવી દૃઢ સમજણના સ્તરે જ્યારે તમે આવો ત્યારે તે આત્મ-સાક્ષાત્કારનો બ્રહ્મભૂત સ્તર કહેવાય તે જ સાચું જ્ઞાન છે. આહાર, નિદ્રા અને મૈથુનના જ્ઞાનમાં પ્રગતિ કરવી એ પશુઓનું જ્ઞાન છે. વૈદિક સંસ્કૃતિ મુજબ બ્રાહ્મણ એ એવો વિદ્વાન મનુષ્ય હોય છે કે જે આત્માનું જ્ઞાન ધરાવતો હોય છે. યોગનો અર્થ છે, આત્મા અને પરમાત્મા અથવા સર્વોપરીને અને સૂક્ષ્મ જીવાત્માને જોડતી કડી. ભગવાન શ્રીકૃષ્ણ એ જ એ સર્વોપરી પરમેશ્વર છે. આમ કૃષ્ણ યોગના અંતિમ લક્ષ્ય હોવાથી તેમનું નામ યોગેશ્વર છે, જેનો અર્થ છે, “યોગીઓના સ્વામી’. યોગનો અર્થ છે એક પદ્ધતિ અને યોગીનો અર્થ છે એક વ્યક્તિ જે એ પદ્ધતિને અનુસરે છે. યોગનું ધ્યેય, અંતિમ લક્ષ્ય કૃષ્ણને સમજવા તે છે. તેથી કૃષ્ણભાવનાનો અર્થ છે, સર્વોત્કૃષ્ટ યોગપદ્ધતિ અપનાવવી. આ સર્વોપરી યોગપદ્ધતિ કૃષ્ણ દ્વારા ગીતામાં તેમના સૌથી અંગત મિત્ર અર્જુન સમા સમજાવવામાં આવી હતી. પ્રભુપાદસ્વામી કહે છે, કૃષ્ણ વિશેનું જ્ઞાન ભગવદ્ગીતા અને વેદો જેવાં પ્રમાણભૂત શાસ્ત્રોના આધારે આપીએ છીએ. વેદનો અર્થ છે જ્ઞાન અને વેદાંતનો અર્થ છે જ્ઞાનનો અંતિમ સાર. જ્ઞાનનો અંતિમ સાર શું છે? તે કૃષ્ણ છે સર્વ વેદોને જાણ્યા પછી, તેના FINAL 144 યોગમાર્ગની અંતર્દષ્ટિ 6 યોગમાર્ગની અંતર્દષ્ટિ 145