________________ યોગનું આકાશદર્શન - પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ભારતીય યોગદર્શનનો જેટલો વૈશ્વિક વિકાસ થયો છે, એટલો અન્ય કોઈ દર્શનોનો વિકાસ કે વિસ્તાર થયો નથી. વળી એથીય આ વિશેષ યોગદર્શન જેટલું વિવિધ સ્વરૂપોમાં પ્રવર્તે છે, એટલું પ્રવર્તન અન્ય કોઈ દર્શનનું જોવા મળતું નથી. આમ તો યોગ કે સાધનાની પરંપરા એ આર્યોનું ભારતમાં આગમન થયું તે પૂર્વેની છે. “ઋગ્વદ”ના કેશીસૂક્ત (૧૦.૧૩૬)માં યોગસાધનાનો નિર્દેશ મળે છે અને આ યોગપરંપરા એ પછી પતંજલિના યોગદર્શનમાં. જેનોના આગમોમાં અને બૌદ્ધ પિટકોમાં પ્રાપ્ત થાય છે. નોંધપાત્ર બાબત એ છે કે એમાં સાધનાની પરંપરા એક હોવા છતાં પ્રત્યેક ધર્મે પોતીકી તત્ત્વપ્રણાલી અનુસાર એ યોગને રૂપ આપ્યું છે. ઈ.સ. પૂર્વે ૨૦૦ની આસપાસ પતંજલિએ “યોગસૂત્ર'માં યોગની એ ધારણાઓને સંગ્રહિત કરી અને એમની એ ધારણાઓને સાંખ્ય વિચારધારાને અનુકૂળ બનાવીને એને વ્યવસ્થિત રૂપ આપ્યું. ભારતીય તત્ત્વજ્ઞાનનાં છ દર્શનોમાં ચોથું દર્શન એ યોગદર્શન છે. યોગ શબ્દ સંસ્કૃત ભસા મુન્ પરથી નિષ્પન્ન થયો હોવાથી એનો અર્થ થાય છે જોડવું. એટલે કે શરીર ને મનને સંવાદી બનાવીને જીવવાની શૈલીને યોગ ગણવામાં આવતો હતો. એ પછી પતંજલિએ યોગસૂત્રમાં એને ચાર પાદમાં વિભક્ત કરી તે છે સમાધિપાદ, સાધનાપાદ, વિભૂતિપાદ અને કેવલ્યપાદ. પતંજલિ “ચિત્તવૃત્તિનિરોધ"ને યોગનું કાર્ય બતાવે છે, પરંતુ હકીકતમાં આલંબન સિવાયના વિષયોની ચિત્તવૃત્તિનો નિરોધ અને આલંબન પર ચિત્તની એકાગ્રતાએમ બંને એકબીજા સાથે જોડાયેલાં હોવાથી યોગમાં ચિત્તવૃત્તિનિરોધ અને સમાધિ બનેનો સમાવેશ કરવામાં આવ્યો. પ્રારંભમાં આ યોગનો ઉપયોગ ઋષિમુનિઓ, સાધુસંન્યાસીઓ અને સાધના કરનારાઓ સુધી મર્યાદિત હતો. હવે યોગનું સ્વરૂપ અનેક રીતે વિસ્તર્યું છે. માત્ર ચિત્તવૃત્તિનિરોધ કે સમાધિ માટે જ નહીં, બલકે પ્રત્યેક વ્યક્તિ જુદાંજુદાં ધ્યેયથી યોગમાર્ગે ચાલતી હોય છે. યોગનો મૂળ સિદ્ધાંત તો વ્યક્તિને આધ્યાત્મિક રીતે સર્વોપરી બનાવવાનો છે, જેમાં સાધક, સાધના અને સાધ્ય વચ્ચેનો ભેદ ઓગળી જઈ એક થાય તે સ્થિતિ તે યોગ, પરંતુ હવે એ યોગના જુદાજુદા માર્ગો અને જુદાંજુદાં ધ્યેયો જોવા મળે છે. કોઈ શારીરિક સ્વાથ્ય માટે તો કોઈ મનની શાંતિ માટે યોગ તરફ જાય છે, તો કોઈ ધ્યાન કે સમાધિના હેતુથી યોગ કરે છે. માનસિક સમસ્યાઓ અથવા તો ટેન્શાનથી હળવા કે મુક્ત થવા માટે પણ યોગ કરે છે. યોગના મૂળ ધ્યેયને જોઈએ અને વર્તમાન સમયના ધ્યેયને જોઈએ, તો આપણને જરૂર આશ્ચર્ય થાય ! આજે તો યોગની કાર્યશિબિરો અને તાલીમ વર્ગો થાય છે. જુદાજુદા ગુરુઓના જુદાજુદા યોગમાર્ગ જોવા મળે છે. યોગની સૈદ્ધાંતિક, ક્રિયાત્મક અને શિક્ષણલક્ષી બાબતો પર વિચાર થાય છે. ક્યાંક એના તત્ત્વજ્ઞાન પર તો ક્યાંક એની આધ્યાત્મિક્તા પર ભાર મૂકવામાં આવે છે. રશિયામાં યોગનાં ગૂઢ પાસાં વિશે સંશોધન થાય છે, તો અમેરિકાની જેવીય-પ્રતિપોષ સંશોધન પ્રણાલી આ સંદર્ભમાં વધુ ધ્યાનé બની છે. ભારતમાં યોગના પ્રયોગો દ્વારા આધ્યાત્મિક સંશોધન કરવામાં આવે છે. મહર્ષિ પતંજલિના “યોગસૂત્રથી માંડીને અનેક ગુરૂઓએ અથવા તો માર્ગદર્શકોએ જુદાજુદા સમય ફલક પર યોગની વાત કરી છે. આમાં જુદીજુદી ધ્યાનપ્રણાલીઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી છે. એ સંદર્ભમાં આ ગ્રંથ સવિશેષ મહત્ત્વનો છે. એ ધ્યાનપ્રણાલીઓ જોશો તો ખયાલ આવશે કે યોગ તરફ કેવો જુદો જુદો અભિગમ જોવા મળે છે. એ અભિગમનું વૈવિધ્ય મંત્રયોગ, લયયોગ, શિવયોગ જેવા પ્રકારમાં જોવા મળે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ એમ ત્રણ અભિગમો મળે છે, પણ આજના સમયમાં પાતંજલ યોગદર્શનનો એટલે કે “અષ્ટાંગયોગનો અભિગમ વધુ પ્રચલિત લાગે છે. આ ગ્રંથમાં જુદાજુદા અન્ય અધ્યાત્મયોગીઓની યોગપ્રણાલીનો અભ્યાસ રજૂ કરીને યોગદર્શનના વડમાંથી ફૂટેલી-વિક્સેલી કેટલીય વક્વાઈઓ જોવા મળે