SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ - અને તેને અપેક્ષિત ધ્યાનયોગનું સુંદર ભાવચિત્ર મળે છે. જ્યારે મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં જગતનાં બધાં પ્રપંચો છોડીને આત્મધ્યાનમાં રમણ કરવાથી એના શાંત સ્વરૂપની પ્રાપ્તિ થશે. આતમ ધ્યાન કરે જો કોઉ, સો ફિર ઈસમેં નાવે, વાગજાળ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે. જે પ્રાણી આત્મધ્યાન કરે છે તે ફરી વખત રાગદ્વેષ અને મોહઅજ્ઞાનમાં ફસાતો નથી આ સિવાય બીજું સર્વ વાણીનો વિલાસ છે એમ એ સાચી વાતને ચિત્તમાં ગ્રહણ અથવા શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે તેમ, ‘પ્રત્યક્ષ સદ્ગુરૂ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” યોગીઓ કાન વીંધે ને તેમાં મુદ્રા પહેરે છે. ધર્મધ્યાન અને શુકલધ્યાનની મુદ્રાથી– શોભતો હું કરૂણાનાદ બજાવીશ. કવિ કહે છે કે, યોગીઓ શંખનાદ અથવા બીજા વાજિંત્રો વગાડે છે, પરંતુ હું કરૂણાનાદ કરીને “મા હણો, મા હણો’નો અવાજ ફેંકીશ અને અંતે કહે છે, ‘ઈહ વિધ યોગ સિંહાસન બેઠા, મુગતિ પુરી કું ધ્યાઉં.” આમ ચેતનનું મન યોગમાં આસક્ત થઈ ગયું છે અને યોગસિંહાસન બેસી અજરામર પદનું ધ્યાન કરે છે. નાદ વિલુબ્ધો પ્રાનકું, ગિને ન ત્રિણ મૃગલોઈ, આનંદઘન પ્રભુ પ્રેમ કી, અકથ કહાની કોઈ. લોકમાં પણ રાગમાં આસક્ત મૃગલો પોતાના પ્રાણની તણખલા જેટલી પણ કિંમત ગણતો નથી. નાદ શબ્દનો યોગીક અર્થ અનાહત નાદ થાય છે. યોગમાં ધીમે ધીમે વધારો કર્યા પછી જ્યારે સ્થિરતા થાય છે ત્યારે અતિ મધુર નાદ અંતરમાંથી ઊઠે છે. એના પર આસક્ત જીવ પોતાના શરીરની પણ દરકાર કરતો નથી. યોગમાં ડૂબેલી વ્યક્તિઓ જગત તરફ બેદરકાર હોય છે. પ્રેમથી તેઓ આ માર્ગ પકડે છે અને પ્રેમ ખાતર જ તેઓ તેને નભાવે છે. સામાન્ય રીતે ભક્ત અને યોગીમાં અંતર માનવામાં આવે છે. ભક્તિમાં સમર્પણ હોય છે. અહીં એક યોગી પાસે ભક્તિ, જ્ઞાન અને યોગનો સમન્વય પ્રગટ થાય છે.. જૈન પરંપરામાં પરમાત્માને પ્રિયતમ માનીને ઉપાસના કરવાની પદ્ધતિ નથી. પરંતુ આનંદઘનજીની રચનાઓમાં વૈષ્ણવ ભક્તિમાર્ગનો પ્રભાવ છે. કબીર, મીરાં, સૂરદાસ અને રૈદાસ આદિ ભક્ત કવિઓની કવિતા એમણે સાંભળી હશે. પ્રેમ એ હૃદયની સાધારણ ભાવુક સ્થિતિ નથી, પરંતુ આત્માનુભવ જન્ય પ્રભુપ્રેમ છે અને આવા અનિર્વચનીય પ્રેમની બાબતમાં તેઓ કહે છે, કહાં દિખાવું ઔર કું, કહાં સમજાવું ભોર, તીર ન ચૂકે પ્રેમ કા, લાગ સો રહે ઠોર.' એમના સ્તવનોમાં પણ ભગવાન શાંતિનાથની સ્તુતિમાં આત્મશાંતિ, અધ્યાત્મયોગ પર યોગમાર્ગની અંતર્દષ્ટિ છે FINAL - 16-01-19 નેમરાજૂલની કથા સ્તવનમાં આલેખીને એ જ દર્શાવે છે કે સાચી એકનિષ્ઠા - ધ્યેય પ્રત્યેની ધ્યાતાની એકાગ્રતા જ તેને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. મોહાદિ ષવિકારોથી પર થઈને મુક્તિપદ પ્રાપ્તિના ભવ્ય મુમુક્ષુ આત્માઓને આ સ્થિતિ દ્વારા કહ્યું છે કે બાહ્ય ધ્યેય તો નિમિત્ત હોય છે. સાચું અને અંતિમ ધ્યેય તો માતાના શરીરમાં રહેલું આત્મતત્ત્વ છે, આથી આત્મતત્ત્વ સાથે એકતા સાધવી જોઈએ અને તો જ ધ્યાતા અને ધ્યેયની એકરૂપતા થાય છે ત્યારે શું થાય? આનંદઘનના સ્તવન અને પદની પંક્તિથી સમાપન કરીએ. સોળમા સ્તવનની તેરમી ગાથામાં એ કહે છે, અહો હું અહો હું મુઝને કહું, નમો મુઝ નમો મુઝ રે.' અને આનંદઘન ગ્રંથાવલીના પદ 11 માં તેઓ કહે છે, “આનંદઘન કહે સુનો ભાઈ સાધુ, તો જ્યોતિ મેં જ્યોતિ મિલાઈ.” RE યોગમાર્ગની અંતર્દષ્ટિ , 53
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy