SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 7 ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં ભીતરી યાત્રાનો આલેખ ભક્તિયોગાચાર્ય શ્રીયશોવિજયસૂરિજી જેવા માણસો પાસે ગ્રંથોનો સંસાર હતો! ત્યાં પદાર્થોથી અહંતૃમિ હોય, અહીં ગ્રંથો વડે શું થતું હતું? -સિવાય કે અહંતૃમિ. મને લાગ્યું કે પૂજ્યપાદશ્રીએ મારા અસ્તિત્વના સ્તર ઉપર લાકડી મારી છે. યાદ આવ્યા પૂજ્ય આનંઘનજી મહારાજ : ગુરૂ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધીની નાઠી.' હવે મને ખ્યાલ આવ્યો કે ગુરૂદેવે યોગબિંદુ ગ્રંથ વાંચવાનું પહેલાં કેમ કહેલું. સામાન્યતયા, ચાર યોગ ગ્રંથોના સ્વાધ્યાયના ક્રમમાં પહેલો ક્રમાંક “યોગશતક'નો આવે છે. છેલ્લે યોગબિંદુ આવે છે. સ્વાધ્યાય પછી. ગ્રંથો રહ્યા, ગ્રંથોનો સ્વાધ્યાય રહ્યો; ગ્રંથોના સંસારને અલવિદા અપાઈ ગઈ.. એવું પણ એ વખતે મેં અનુભવેલું કે પૂજ્ય ગુર્દેવ મને પૂ. હરિભદ્રસૂરિ મહારાજ ગ્રંથ ગુરૂ તરીકે આપી રહ્યા હતા. જીવનગુરૂના વરદ્ હસ્તે ગ્રંથગુરૂનું અપાવું. કેટલી તો મોટી એ ઘટના હતી. 16-01-19 તેઓ જૈન ધર્મના પૂર્વકાલિન અને ઉત્તરકાલિન ઈતિહાસના મધ્યવર્તી સીમાસ્તંભ સમાન હતા. તેઓએ લખેલ ગ્રંથોની સંખ્યા ઘણી મોટી છે. તેઓ 1444 ગ્રંથોના પ્રણેતા મનાય છે. જેન યોગ ઉપર લખાયેલ સાહિત્યમાં આચાર્ય હરિભદ્રસૂરિએ નવો અધ્યાય શરૂ કર્યો. તેઓએ પાતંજલ યોગપદ્ધતિઓ અને પરિભાષાઓનો જેન પદ્ધતિ સાથે સમન્વય સ્થાપિત કરી જેન યોગને નવી દિશા પ્રદાન કરી. ‘યોગબિંદુ’, ‘યોગશતક', ‘યોગદષ્ટિસમુચ્ચય' અને યોગવિંશિકા આ એમના મુખ્ય ગ્રંથો છે. અહીં યોગદષ્ટિસમુચ્ચયમાં આચાર્ય શ્રી યશોવિજયસૂરિની ભીતરી યાત્રાનો આલેખ એમના જ શબ્દોમાં વર્ણવીએ.) પચીસેક વરસનો હું હોઈશ ત્યારે બનેલી એક ઘટના યાદ આવે. પૂર્વનું અને પશ્ચિમનું પુષ્કળ હું વાંચ્યા કરતો, પણ સમ્યક્ પરિણમને અભાવે, દેખીતી રીતે જ, અહંકારનો ફુગ્ગો ફુલાયા કરતો. ગુફ્ટવ મારી બુદ્ધિ અને અહંકારની જુગલબંધીને કષ્ણાથી જોઈ રહ્યા હતા. એકવાર મને તેઓશ્રીએ પૂછ્યું તું આટલું બધું વાંચે છે, પણ તેં પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજને વાંચ્યા કે નહિ? મેં કહ્યું: ના, જી. તેઓશ્રીએ ફરમાવ્યું હવે એમને તું વાંચ. મેં વિનમ્ર ભાવે પૂછ્યું : સાહેબજી, તેઓશ્રીના કયા ગ્રંથથી શરૂઆત કરું? તેમનો ઉત્તર હતો : યોગબિંદુ ગ્રંથથી. મેં ‘તહત્તિ’ કરી ગુરૂવચનનો સ્વીકાર કર્યો. યોગબિંદુ ગ્રંથ વાંચવાનું શરૂ થયું. તેમાં છેલ્લે આવે છે: વિદુષાં શાસ્ત્ર સંસાર; સદ્યોગ રહિતા ત્મનામ્ //પ૦૯ || તમારા યોગનેત્રો ખુલ્યા નથી, તો તમારી પાસે - તથા કથિત વિદ્વાનોની પાસે ગ્રંથ સંસાર જ છે. હું ધ્રુજી ઊઠ્યો : ગ્રંથસંસાર! સામાન્ય માણસો પાસે પદાર્થોનો સંસાર છે, તો મારા 54 | યોગમાર્ગની અંતર્દષ્ટિ છે FINAL ચાર યોગગ્રંથોમાંના એક યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં ભીતરી યાત્રાનો આલેખ મૂકાયો છે, એની થોડીક વાતો પર સ્વાધ્યાય કરીએ. (1) મિત્રાદષ્ટિઃ અગણિત સમયથી ચાલ્યું આવતું મોહનું અંધારઘેરૂં જોર પાંખું પડ્યું છે. બોધના પરોઢિયાનો ઉજાશ સાધકના જીવનની ધરતી પર આછું અજવાળું આપી રહ્યો છે. એ ઉજાશને આપણે ગુણાનુરાગ તરીકે ઓળખી શકીએ. પોતાનાથી ઓછા ગુણવાળા સાધકને જોઈને પણ મૈત્ર સાધકને તિરસ્કાર નથી થતો. કારણકે એની દષ્ટિ પેલા આત્માના ગુણો તરફ જ કેન્દ્રિત થઈ છે. કેવું મૈત્રીનું આ શિર્ષાસન! અગણિત સમયથી માત્ર બીજાઓના દોષો જ જોયા કર્યા છે. હવે, મોહ સહેજ શિથિલ બનતાં જ, આત્માના ગુણો દેખાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એક સ્તવનમાં કહે છે : પૂરન મન પૂરન સબિ દિસે, નહિ દુબિધા કો લાગ, પાઉં ચલત પનહી જો પહેરે, - યોગમાર્ગની અંતર્દષ્ટિ | પપ
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy