SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ તો સાધક ચેતન્યમૂર્તિનાથ નિરંજનને પામે છે. યોગસાધકોની સાધનાનું માર્મિક દર્શન છે. કવિ આનંદઘન આશાવરી રાગમાં આપતાં કહે છે, ‘અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે...' આનંદઘન કહે છે કે, જગતમાં માત્ર રામ નામના નારા લગાવવાથી રામ મળતા નથી, તો રામ છે ક્યાં? એ કહે છે કે જગતના જીવો રામ નામનો જાપ કરે છે, પરંતુ તેના અલક્ષ્ય સ્વરૂપને ભૂલી ગયા છે. સહુ પોતાના ઈઝેવતાનું રટણ કરતાં હોય છે, પરંતુ એના વાસ્તવિક સ્વરૂપને ભાગ્યે જ કોઈ જાણતું હશે. ક્યાં છે આ રામ? એક કવિએ કહ્યું છે, એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટો ઘટ બોલે, એક રામ જગત પસારા, એક રામ જગસે ન્યારા. એક રામ દશરથ પુત્ર રામ, બીજા રામ પ્રત્યેક જીવના હૃદયમાં વસ્યા છે, તો કોઈ કહે છે કે રામ તો જગતવ્યાપી છે, પરંતુ સંત તેની છેલ્લી પંક્તિમાં મર્મ ખોલી આપતાં કહે છે કે આ રામની વચ્ચે પણ એક રામ વસે છે અને તે સૌથી ન્યારા અને નિરાળા આતમરામ. આનંદઘન એ આતમરામની વાત કરે છે. લોકો બર્ડિબુદ્ધયઃ” માત્ર બાહ્ય દષ્ટિને કારણે લોકો એના અલક્ષ્ય સ્વરૂપ સમજી શકતા નથી. સંત કબીર કહે છે કે “લક્ષ્યના ઉપયોગ વિના કેવળ રામ-રામનું સ્મરણ કરે તે સર્વેને અંધ સંસારીઓ ગણવા” આથી આંનદઘનના કહેવા પ્રમાણે વેદપાઠી વેદ ભણીને, ગીતાપાઠી ગીતા કરીને અને જિનાગમ જાણનારાઓ જિનાગમની વાતો કરીને થાક્યા છે, કારણકે એમણે આનો માત્ર અભ્યાસ કર્યો છે, પરંતુ આમ કરતી વખતે તેઓ બર્ફિઆત્માને છોડી શક્યા નથી. આનંદઘન કહે છે, ‘આગમ પઢિ આગમઘર થાકે, માયાધારી છાકે, દુનિયાદાર દુનિ મેં લાગે, દાસા સબ આશા કે.... (અવધુ)' આનંદઘનજીએ યોગની વાત કરતાં કહ્યું છે કે માત્ર સંસારનો ત્યાગ કરવાથી, લંગોટ પહેરી લેવાથી કે ભભૂતિ લગાવવાથી યોગી થવાતું નથી. એનો વેશભૂષા સાથે સંબંધ નથી. પણ માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ સાથે સંબંધ છે. અને તેથી જ તેઓ વેરાવલ રાગમાં કહે છે કે, તા જોગે ચિત્ત લ્યા રે, વહાલા તા જોગે” એટલે કે હે વહાલા, તમે યોગમાં ચિત્ત લગાવો. આ યોગમાં ચિત્ત લગાવવા માટે તમારે જે કમર પર દોરી લગાવવાની છે તે સમતિની સડસઠ બોલની દોરી છે, જે કમરના મધ્યભાગમાં બાંધવામાં આવે છે, - 16-01-19 FINAL કારણ કે તેમ કરવાથી અન્યત્ર ભાગતું મન સ્થિર થઈ જાય છે. યોગના અંગ તરીકે બધા યોગદર્શનકારો બદ્ધકચ્છ થવાનો ઉપદેશ આપે છે એટલે કે યોગમાર્ગમાં પ્રવેશ કરવા અખંડ બ્રહ્મચર્ય પાલન જરૂરી છે. ‘પાતાંજલ યોગસૂત્ર'માં યોગના આઠ અંગ છે અને આચાર્ય હરિભદ્રસૂરિજીના ‘યોગદષ્ટિ સમુચ્ચય'માં પણ યોગની આઠ દષ્ટિ છે. આચાર્ય હેમચંદ્રાચાર્યએ પણ યોગશાસ્ત્રમાં આઠ અંગ બતાવ્યા છે. આમ પ્રથમ અંગ યમ છે જે યોગમાર્ગનો પાયો છે. કવિ આનંદઘને અહીં એ વાત કરતાં કહ્યું છે કે, ‘સમકિત દોરી શીલ લંગોટી, ધુલ ધુલ ગાઢ ધુલાઉં, તત્ત્વગુફામેં દીપક જોઉ ચેતન રતન જગાઉ રે વહાલા.” આમ અહીં સમકિતની દોરી છે અને શીલની લંગોટી છે. જૈન શાસ્ત્રકાર શીલને યોગના અંગ તરીકે વર્ણવે છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ સ્વરૂપ આત્મા અને ચર્ય એટલે રમણ કરવું. આનંદઘન યોગીના દ્રવ્યવેશને બદલે ભાવેશ પર મહત્ત્વ આપે છે. યોગને અંતે એ તત્ત્વગુફામાં સમ્યગૂ જ્ઞાનનો દીપક પ્રગટે છે. ત્યારબાદ આ ભાવ યોગી પોતાના ચેતન આંગણમાં અષ્ટકર્મની ધૂણી જગાવે છે. કવિ કહે છે, ‘અષ્ટ કર્મ કડેલી ધૂની, ધ્યાના અગન જગાઉં, ઉપશમ છનને ભસમ છણાઉં, મલી મલી અંગ લગાઉ રે....” યોગી આનંદઘનની કલ્પના તો જુઓ! તેઓએ ઉપશમને ચારણીનું રૂપ આપ્યું છે. જીવ અનાદિકાળથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ કર્મબંધ કરે છે અને શુભધ્યાનથી કર્મથી મુક્ત બને છે. આવા ધર્મધ્યાન અને શુભધ્યાનરૂપ અગ્નિમાં કર્મરૂપી છાણાંને બાળી પછી તેની રાખ ઉપશમ ગળણાથી ચાળીને કે ભસ્મ શરીર ઉપર ઘસી ઘસીને લગાવવામાં આવે છે. રાષ્ટ્રમાં કચરો કે નાના કાંકરા, કાંકરી વગેરે રહી જાય છે, માટે કવિએ ચાળવાની વાત કરી છે. આ ઉપશમ ચાળણી એટલે નિવૃત્તિ ભાવરૂપ ચાળણી. પછી કવિ કહે છે કે, કર્મનાશની ચાવી સદ્ગુરૂ પાસે છે. ગુરૂ વિના જ્ઞાન નહિ આથી સદ્ગુરૂની ઓથે કર્મથી મુક્ત થવાય છે. કવિ કહે છે, ‘આદિ ગુરૂ કા ચેલા હોકર, મોહકે કાન ફરાઉં, ધરમ શુકલ દોય મુદ્રા સોહે, કરૂણાનાદ બજાઉં રે વહાલા.' અને આમ યોગાભ્યાસ માટે ગુરૂારણની આવશ્યકતા દર્શાવી છે. કબીરનું સ્મરણ થાય... ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય, બલિહારી ગુરૂ આપકી, જિસને ગોવિંદ દિયો બતાય.' પ૦ યોગમાર્ગની અંતર્દષ્ટિ e યોગમાર્ગની અંતર્દષ્ટિ | પ૧
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy