________________ - યશોનું વિરોધિ આ શું આવી બન્યું. સ્વર્ગમાં ગએલા મહારા પિતા શું કહેશે. એમ મનમાં આણીને નિદ્રા આવી ગએલા રાજપુત્ર (વિકમાંકદેવ) ને શિવજીએ આજ્ઞા કરી. હે વત્સ! તુંને અહી મહેટા દેવકાર્ય માટે હે ગુણવાન જાણીને અવતાર લેવરાવ્યો છે. શુદ્ધ ધર્મના ધામરૂપ તાહારું મન આમ કેમ વિકલ્પના હળામાં વ્યર્થ હીંચકા ખાય છે. * 63. તારા મહેતા ભાઈમાં મોહ પામવા માટે હાલ તલ જેટલું પણ સારું નથી, આ જગતમાં જેણે ઘણું પાપ કર્યો હોય તેને આગળનો પણ પુણ્યને સંઘરો નાશ પામે છે. 64. તે આંહી ભુવન મહોત્સવમાં શત્રુઓને મારવામાં ઉત્તમ ધનુષ્યવાળો થા, વારૂ હારી પૃથ્વીમાં આ સ્થિતિ ધર્મ વિધિઓને મારવા માટે છે એ કેમ સંભારતે નથી ? 65. - જગતનું ભરણ કરનાર ગિરિજાના પતિની એવી વાણી સાંભળીને એ જાગી ગયે. આ ચંદ્ર મૈલીનું વચન ઉલ્લંઘી ન શકાય એમ રણના કર્મમાં નિશ્ચય કરતો હ. પ્રહાર કરવાને તૈયાર થઈ રહેલાં અને બંને બાજુથી ફેલાતાં જતાં બંને સૈન્યને જોઈને તેણે ઘટિત સંગ્રામને ભોગ લેવાના લોભથી જેમાં રૂવાડાં ઉભાં થયાં છે એવા બે ભુજ તરફ વારંવાર જોયું. 67. એ ઉગ્ર પ્રતાપવાળો અને જેણે વીરપુરૂષોએ કરેલા મૃદંગના ધીરા નાદ સાંભળ્યા છે એવો તે મંથાચળની ઉપર જેમ તેમ મદવાળા હાથી ઉપર હડીને વેગથી શત્રુની સેના રૂપી સમુદ્રને ડહાળવા લાગ્યો. 68. તે પછી હું પહેલે, હું પહેલો એ રીતે દોડતાં તેઓનાં સિન્યની સાથે આનું સૈન્ય બે મહટા નદના જળની સાથે જેમ સમુદ્રનું જળ મળે તેમ ભેળ્યું. - 69. પડતી કાળી પતાકા વડે (તે રૂ૫ ) મુખને દેવજ રૂ૫ ગરૂડ ચુંબન કરતે થકે, મહેમાં પકડેલે જેણે સર્પ છે એવા ગરૂડનું આદશ્ય કરહે હો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust