________________ 37 35. તે ડાબી આંખના ફરકવાથી શંકિત થઈ ભય પામીને પિતાજીના ચરણનું કલ્યાણ હો એમ આંસુ પાડતો બોલ્યો. 32.. ચિંતાએ કરીને હદય બહેર મારી ગએલાને તેને કોઈ અદસ્યોએ આવીને અમંગળની વાર્તાની પેઠે તેના કાનમાં કાંઈક કહ્યું. 33. સારી નરસી ચીજ પ્રાણીઓના અંતઃકરણમાં પ્રતિબિંબની પેઠે આગળથીજ સામી આવીને ઉભે છે. - 34. અશેષ શાસ્ત્રમાં ઉંડે ઉતરી ગયો છે તેથી નિર્મળ બુદ્ધિવાળો થયો છે તો પણ કુમાર કેઈ અકારણ અધીરતા પામે. ખરાબ નિમિત્ત (દેખાય છે તે)ની શાંતિ માટે સર્વસ્વ દાનનો વિચાર કરી, એ કૃષ્ણ નદીને કાંઠેથી તે આઘે ન ખસ્યો. 36. - તેટલામાં તે જ ક્ષણે સુકાઈ ગયેલા હોવાળો રાજધાનીથી સામો આવેલે મુખ્ય દૂત દીઠે. 37. અપ્રિય જણાવવામાં જીભને આળશી બેઠેલી જોઈને જાણે વિસ્તારવાળા શ્વાસોશ્વાસ વડે અનર્થ કહેતે હોય ? 38. અત્યંત ઉના મહાના નિશાસાના વાયુવડે દુર્વાર્તારૂપી વજી તથા અગ્નિ પાસે છે એમ જાણે જણાવતો હોય ? 39. ધણીમાં ભક્તિવાળી દિશાઓ રાજાની સ્થિતિ પૂછતી હોય તેથી જાણે અતિ ઉતાવળાં પગલાંથી દેડતો દેખાતું હોય ? 40, અનર્થની વાર્તા ઉપાડીને આવ્યા છે તે રૂપી મહાપાપે દૂષિત થએલો છે એમ ગણીને ધૈર્યો જાણે બધી રીતે છોડી દીધો હોય ? 41. પ્રણામ કર્યા છે અને પાસે ઉભો છે એવો એ (દૂતને) રાજપુત્ર જે (બાપને) હાલે છે તે પિતાના ચરણ ( કમળ)નું કુશળ આ પ્રમાણે પુછતે હો. 42. - હળવેથી પાસે બેસીને ઉત્સાહ વણી વાણુ વડે નાકની ટોચ ઉપર જેને આંસુનાં ટીપાં આવી ગયાં છે એ તે દૂત કહેવા લાગ્યો. 43. - કુમાર તમે તમારા મનને દઢ કરો અને ધીરતાને છોડી દેશે માં. દુર્તરૂપી પ્રલયકાળનો મેઘ આ ઘડી છુટે છે. 44. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust