________________ પ્રથમ તો પુસ્તક મેળવવા બહુ શ્રમ કરવો પડે. શ્રીમાન ખુલરે બેબે સંસ્કૃત સીરીઝમાં એ પુસ્તક છપાવ્યું છે છતાં તેની એકે પ્રતિ મહારે હાથ ન લાગી. છેવટે મારા મિત્ર પંડિત જ્યેષ્ઠારામ મુકુંદજીએ પિતાનું ખાનગી પુસ્તક આપ્યું જેથી હું આ કામ પાર ઉતારી શકો એટલે એ ખાતે હું તેને જેટલો ઉપકાર માનું એટલે ઓછો છે. પુસ્તકની એકજ પ્રત તે પણ અશુદ્ધ, જે કે ડા. ખુલરે તેનું શુદ્ધિપત્રક મુક્યું છે તો પણ તેમાં પણ હજી ભૂલ રહી ગઈ છે, જે તે નેટમાં તે તે સ્થળે દશાવી છે, ટીકા ન મળે, મેટું (18 સર્ગનું) કાવ્ય, સર્ગ પણ મહેટા મહટા, કવિતા કઠણ, તેમાં મહારી તબીયતની નબળાઈ એ બધાં કારણ લંબાણ થવા પુરતાં છે તે પણ અતિ લંબાણ થવા માટે હું સોસાઈટીની ક્ષમા ચાહું છું. . આ કામમાં અત્રેના સુપ્રસિદ્ધ શાસ્ત્રીજી હાથીભાઈ હરિશંકરની મને કીમતી મદદ મળી છે જેથી તેમનો ઉપકાર પણ હું ભૂલી શકું નહિ એવો થયો છે. તે સાથે વખતો વખત શબ્દચિંતામણું કેશ, વાચસ્પત્ય બૃહદભિધાન કેશ, મરાઠી ઐતિહાસિક કેશ, નર્મકથા કેશ, આપને કેશ, જગચરિત્ર, ઐતિહાસિક ગ્રંથમાળા, ઇતિહાસ તિમિરનાશક, ભૂગોળ હસ્તામલક, આદિ ગ્રંથને ઉપયોગ કર્યો છે તેથી તેના કર્તાઓને પણ ઉપકાર માનું છું. અને છેવટે આ કામ સોંપનાર ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને અને તે દ્વારા તેના આસીસ્ટંટ સેક્રેટરી સાહેબને પણ હું ઉપકાર માનું છું. તા. 11-3-1908 ને સારું વદ્દભ હરિ , P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust