________________ શાધર પદ્ધતિ અને સુકિત મુક્તાવળી આદિ સુભાષિત ગ્રંથમાં એના કરેલા એવા શ્લેક છે કે જે ઉપર લખ્યા એકે ગ્રંથમાં નથી. દાક્તર મ્યુલર કહે છે કે જ્યાં સુધી વિક્રમાંકદેવચરિત હાથ હેતું લાગ્યું ત્યાં સુધી બિહણને પંચાશિકાના કર્તા તરીકે ઓળખવામાં આ વતા હતા. - પંડિત વામનાચાર્ય ઝાલકિકર કહે છે કે કર્ણાટકમાં પંચાશિકાનું હસ્ત લિખિત પુસ્તક છે. તેમાં રાજાનું તથા તેની દીકરીનાં નામ જુદાંજ છે. રાજાનું નામ “મદનાભિરામ” અને તેની દીકરીનું નામ યામિનીપૂર્ણતિલકા હતું અને તે બંને પંચાળ દેશની રાજધાની લક્ષ્મી મંદિરમાં રહેતાં હતાં. બિહણનું વંશ વૃક્ષ અગ્નિહોત્રી. - મુક્તિકલશ. - મધ્યદેશી, કેશિકત્રી - નમુખમાં રહેનાર. રાજકળશ. હખિત પુરત નાભિરામ' રાજધાની ક્રીમ છકળશે. = નાગદેવી. ઈષ્ટરામ. બિહણ. આનંદ.. આ કાવ્યનું ભાષાંતર કરવાનું કામ મને ગુજરાત વર્નાકયુલર સોસાઇટી તરફથી ફરમાવેલું હતું. તે સમોકી, વૃત્તાંતર અથવા ગદ્યમય એમ યથા રૂચિ કરવાનું ફરમાવ્યું હતું. પ્રથમના બે સર્ગ તો મેં સમલૈકી કર્યા પણ તેમ કરતાં વખત બહુ જાતે હતો ( તેનું કારણ આગળ આવશે.) તેથી છેલું ફરમાન સ્વીકારી ત્રીજા સર્ગથી ગદ્યમાં કરવું શરૂ કર્યું. તેમ થતાં પણ વાર બહુ લાગી (3 વર્ષ) તે મહારે દીલગીરી સાથે કબુલ કરવું પડે છે (તેનું કારણ પણ આગળ આવે છે.) પાછળથી સોસાઈટીના ફરમાવ્યા મુજબ પહેલા બે સર્ગ ગદ્યમાંજ કરી બધું ગદ્યમયજ કર્યું કારણ અમુક ભાગ પદ્યમાં અને અમુક ભાગ ગદ્યમાં એ ઠીક ન દેખાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust