SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬પ રેધેલા હરણને જોઈને હરણી (ત્યાં), ગઈ પણ પાછી વળીને (ઉલટી) રાજાના બાણના માર્ગમાં ફરવા લાગી. ઘણું કરીને દેહના વિયોગ કરતાં સર્વ અંગમાં તાવ રહડાવનારે પ્રિયનો વિયોગ દુસહ થઈ પડે છે. 40. ચાલુક્ય રાજાએ (પિતાનો) ચાપદંડ દઢ કર્યો ત્યારે કેટલાંક હરણીયાં ઉડીને આકાશમાં ગયાં તે જાણે સપ્ત ઋષિના મંડળની પાસે જઈને પીડા વગરના આશ્રમમાં મૃગપણું પામવાને ઈચ્છતાં હોય ? 41. આ રાજાના બાણની પરંપરામાં વરસાદની ધારાની ભ્રાંતિ લાવીને મોર પોતે દેવતાઈ જળ લેવાના દુરાગ્રહથી છેતરાયો તેથી બાણના સપાટામાં આવી ગયો. - તે રાજાએ મેરના ટેળા માટે ત્યાં એવું કર્યું કે જેથી વટેમાર્ગુની સ્ત્રીઓમાં કમળ આશાવાળો એવો અને મનહર ટેકાથી વ્યાપ્ત થઈ રહેલે એ વર્ષાકાળ થઈ ગયો. 43. પિતાની ઈચ્છામાં આવે એમ વનસ્થળીમાં વિહાર કરવામાં રસિક એવા એ રાજાને રામચંદ્રથી કાંઈક ઓછપ હતી કે જેથી રામચંદ્ર દશાનન (દસ હેવાળા રાવણ)ને જીતવાવાળા હતા અને ચાલુક્ય રાજાએ પચાનન (પાંચમુખવાળા=સિંહ)ને હણ્યો. ભાથામાંથી બચી કાઢેલાં બાણે પાસે આવેલી પણ ગર્ભવાળી હરણીના સમૂહને તે વીંધતો નથી કેમકે ગર્ભના ભારથી આળસવાળી અબળાઓની ચેષ્ટા બળવડે રાજાના સ્મરણમાં આવી. અથવા ઝાઝે બકબકાટ કરવાનું શું કામ? સુહરના યુથ વગરનું, સમૂળ નાશ કરાએલા સિંહવાળું, અને કનડેલા હરણવાળું અરણ્યને કરતા થકા કુંતળપતિને પાસે આવીને શિશિરઋતુની શોભાએ પણ સેવવા માંડે. 46. જે સ્ત્રીઓનું કેસરના લેપવાળું નમાયું ઉહું અંગ અને જે જુવાનીની ઉનાશથી મધુર કુચસ્થળ તે બધું સઘળા કામી જનના પેરેગીર કામદેવનું (કરેલું તે) શિશિર ઋતુની રાતમાં સ્ત્રીઓમાં જીવન રૂપ - 47. થઈ પડયું. 1 પંવિસ્તીર્ણ માનને એવા વિગ્રહથી સિંહનું નામ પંચાનન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036504
Book TitleVikramank Dev Charit
Original Sutra AuthorN/A
AuthorVallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size132 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy