________________ *. શુદ્ધ રાંકવ વસ્ત્રોમાં લીલાવડે હસતા મલયના લાકડાના અગ્નિવાળી સઘંડીઓમાં અને કાળા અગરના દેવતાના ધૂપની ટસરેમાં ઐક્યના કામી જનોને જીતનારે એ બધે કામદેવને પ્રતાપ છે. 48. - જેમાં અંગાર હસી રહ્યા છે એવા વિલાસ ગૃહમાં, વિસ્તારવાળાં રૂપેદાર ઓઢવાનાં વસ્ત્રોમાં અને ઉનાં પ્રિયાઓનાં કુચ મંડળમાં શિશિર ઋતુને હીમને ગર્વ શાંતિ પામી ગયો. . - 49. સરખાઈ કરી દેનારા મૃગયાના શ્રમવડે લખાઈ રહેલા કામદેવના વિસ્તારવાળી સ્ત્રીઓ વડે ખુશી થયેલા એ (રાજા) સર્વે તુકુળના તિલક સરખે શિશિરને માને છે. 50, ગોરીએ લટકેથી કરેલા ધૂપના ધુમાડાના સમૂહથી કાળા પટવાળા થયેલા, ગળાને ભૂકો થઈ જવાના ભયથી, જેને મહાદેવજીના ગળાના હારના સપોએ કોળીયો કર્યો નથી અને જે સારી પેઠે ઉઘડેલાં ધોળાં કમળનાં હોટાં બારમાંથી હર્ષ નીકળેલા એવા કૈલાસના આકરા પવન તે કુંતલ રાજા કનેથી વખાણને પામ્યા, 51. વિતસ્તા (નદીના કાંઠાના હીમના કણોએ જરાક સ્પર્શએલા, પો. ણી (નદી)ને પીડા કરતા, ચંદ્ર ભાગા (નદી)ની લેહેરોમાં તરવરાટી કરતા, જમુનાની લેહેરની મિત્રાઈથી પવિત્ર થએલા, સિદ્ધ સિંધુના બે કાંઠામાં રહેલી દેવ દારૂ વૃક્ષની હારને કંપાવતા અને હિમાચળની તળેટીમાં ક્રીડા કરનારા પવન તે (રાજા)ને પ્રીતિ કરનારા થયા. પર. એ રીતે ઉદાર ચરિત્રવાળો રાજા સ્ત્રીઓએ સહિત શિશિર ઋતુના સમયનાં વખાણવા યોગ્ય ક્રીડાનાં સુખ અનુભવીને લીલા ગૃહને આનંદ ભેગવવા સારૂ નગરમાં આવ્યો, એવા પુરૂષોને ક્ષણ પણ વિલાસમાં દરિદ્રતા શા માટે હોય ? ( 53. ઈતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટશ્રી બિહણના કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત મહા કાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના - કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં સોળ સર્ગ સમાપ્ત થયે. 1 રિંક નામના પશુના વાળનાં વસ્ત્ર, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust