________________ 32. 33. 116 ' રતુંબડા કિરણવાળો સૂર્ય ગય એમ (ગણીને) સૂર્યવિકાસી કમલિનીને છેતરવા સારૂ ચંદ્ર પણ તેજ પાસે આવ્યો પણ તે તેને છેતરી શક્યો નહિ. 30. - ચંદ્રના કિરણે હાંકી કહાડેલું અંધારું પર્વતમાં ન પેસી શકાય એવાં ઘાડાં અરણ્યમાં પેશી ગયાં (પણ) આશ્ચર્ય છે કે માનિતી સ્ત્રીઓનાં મન આંજણની મિશ જેવાં કાળાં થઈ ગયાં. 31. બધું અંધારાનું મંડળ ચારે કેરથી ફેલાતાં ચંદ્ર કિરણો વડે જાણે બાકી રહેલ કિલ્લે હેાય એમ વશમાણવાળા પર્વતના બગીચાના છેવટના ભાગમાં એકઠું થયું. કાળાં તાડનાં ફળની પંક્તિવાળી પૂર્વાચળની વનભૂમિ ચંદ્ર કિરણોએ આલિંગન કરેલી અને નીચી નમેલી અંધારાના મસ્તકની જાણે હારની હાર હોય એવી શોભે છે. . પારણું કરવાને તત્પર થએલી ચકોરની માદાએ નાંખેલા આંખની કિરણોના ઢગલાવડે જેમ તેમ રતુંબડું ચંદ્ર કિરણનું મંડળ રાતા ધાબળાની નકલ કરનારું થયું. (રાતા ધાબળા જેવું થયું). 34. માનવાળી સ્ત્રીઓનાં આંસુનાં જળનાં ઝરણાંથી જાણે ધોવાઈ જાતે હોય એમ પૂર્વ દિશાના ચાંદલાના ટપકા જેવો ચંદ્ર ઉદય વખતની બધી રતાશ ત્યાગ કરતો હો. * 35. ' જગતને વહાલા એવા પિતાના પ્રકાશવડે જાણે ગર્વ થયો હોય એમ ચંદ્રમાએ પાદ (પગ અને કિરણ) મુકવારૂપ મશ્કરી કરીને કમલિનીને નિદ્રા વગરની કરી. પર્વતના શિખર ઉપર સ્થિતિ પામેલા રૂપાના અરીસા જેવા ચંદ્ર બિંબમાં આકાશના પ્રતિબિંબની કાંતિ શોભે છે. - પક્ષિઓનાં પીગળાવેલાં સ્ફટિકનાં ગૃહમાંથી (નીકળેલી) ફેલાતી જતી ઝરણાની હારની હાર હાય શું એવી ચંદ્રમાની કિરણ વડે પૂરાઈ ગએલી જગતની શોભાએ માનવંતીઓના માનના ગારાને ધોઈ નાંખ્યો. 38 અતિશય ઘાટા થઈ ગયેલા, ઠરી ગયેલા દુધ જેવા, પિતાના પ્રકાશમાં જાણે મેળવવા સારૂ હોય એમ ચંદ્રમા સમુદ્રનું જળ ઉંચું ખેચી લે છે. 39, 37. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust