________________ 117 | દિશાનો તટ (તડ) ત્રોડી નાંખવાની શંકા કરાવનાર ચંદ્રમાની કિરણ રૂપી અમૃતનું પૂર મંથાચળવડે ભેદાઈ જતા શરીરવાળા ક્ષીર સમુદ્રની શોભા પામ્યો. કેવડાના દ્રવ્ય (રસ) જેવું અને પ્રકૃતિથીજ શીતળ એવું ચંદ્રમાનું તે તેજ કાંતિથી અને ગુણથી જગતમાં કેના શરીરમાં ચંદન લેપ નથી થતું? 41. ચંદનના જેવો પીંગળો અજવાળીયાના રસને જ ગાગરે ભરીને ક્યાંક ફેંકી આવો એમ પ્રિય વગરની અબળા (સ્ત્રી)ઓ સખીઓને કહે છે અને તેના પગમાં પણ પડે છે. 42. કેાઈ માનિની (માનવાળી સ્ત્રી) તરત માનને તરછોડી કાઢીને પ્રિયના ઘર ભણી ચાલી (ત્યાં) વાયુ આગળથી આવ્યો તે ન હલકાપણું ઠરાવી નિરાકરણ (મનનું સમાધાન) કર્યું. (પોતે બહુ ઉતાવળી ચાલી છતાં પવન આગળથી આવ્યો તે હલકે છે તેથી એમ થયું માન્યું). 43. એમ કામદેવનો મિત્ર અને તારાનો પતિ (ચંદ્ર) વૃદ્ધપણું પામે તે વખતે રાજાએ શણગારેલી સ્ત્રીને પાનકેલી બનાવવા આજ્ઞા કરી. 44. એ પછી કામદેવનો અભુત એ અસ્ત્ર વિદ્યાને અભ્યાસ અને લટકાં મટકારૂપી હાથીને બાંધવાનું સ્થળ, એવો કતલ રાજાની સ્ત્રીઓને પાનકેલીનો વેગ વધી પડ્યો. 45, ક્યારારૂપી કુંડાળાની સ્થિતિ ધારણ કરનારી એવી જે સરસ રાગરૂપી લતાની બંધુ અને સેનાના પાત્રોમાં પડતી મધની રાતી ધારાઓ શેભે છે. 46. રત્નજડિત કેલી પાનપાત્રમાં રહેલું કામદેવના બંધુરૂપ નવું મઘ રાણીઓને ચુંબન કરવાની ક્રીડાથી જાણે ભય પામ્યું હોય તેમ કંપે છે. (હાલે છે). 47. જગતને વશીકરણ કરવાના ચૂર્ણ સરખી કપૂરની રજવડે કુંતલ રાજાની સ્ત્રીઓનું મઘ સ્ત્રીઓના કુલગુરૂ એવા કામદેવની મિત્રાઈ પામ્યું. 48. સ્વચ્છ મઘવડે ભરેલા પાનપાત્રોમાં ચંદ્રમાનું પ્રતિબિંબ (પડે છે તે) અંદર રહેલા ફાટિક મણિના ઢાંકણું જેવું લાગે છે. 49. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust