________________ આવું ગર્વગર્ભિત વચન સાંભળી જયાએ કહ્યું કે, હે ભેજ ! મારી વાત સાંભળ-૧૯૬. આ તારૂં ઔદાર્ય કશા કામનું નથી, કેમ કે તારા ગુણનું તું પોતે જ વર્ણન કરે છે. જે જગતમાં પોતાના ગુણનું પિતાને હેડે વર્ણન કરે તેના કરતાં વધારે નિંદાપાત્ર કોણ?૧૯૭. આશાથી દાન કરનાર, દાતાનો પ્રતિષેધ કરનાર, ને દાનને કહી બતાવનાર, એટલા અતિ પાપી છે–૧૯૮. * પારકાએ ગુણ કહેવાતાં નિર્ગુણ પણ ગુણી થાય છે. બાકી પતે પિતાના ગુણ ગાતાં તો પણ લધુતાને પામે–૧૯૯. કે ટીટેડી પણ પગ ઉંચા રાખીને સુવે છે કે આકાશ પડે તો તેને ઝીલી લઉં, એમ પોતાના મનથી તે મોટા કોણ નથી હોતા–૨૦૦. પુરુષના ગુણ પોતે પોતાની મેળે ગૃહાતાં સુખ કે શેભા કાંઈ પણ, યુવતીએ પિતાની મેળે જ ગૃહેલા કુચની પેઠે, આપતા નથી; પણ સામે માણસજ ગુણને તેમ કુચને ગૃહે તો જ તેમાં સુખને શોભા ઉભય પેદા થાય છે–૨૦૧. માનભંગ કરનારું આવું વચન સાંભળીને રાજા સહિત સર્વે સભાસદેનાં મુખ અત્યંત પ્લાન થઈ ગયાં–૨૦૨. - તે સમયે શ્રીજરાજે કિંચિત્ લજજા અને ભયથી વ્યાકુલ થઈ, અતિ ચારુ અને ચતુર તથા ગંભીર વચન ઉચ્ચાર્યું.-૧૦૩. વિદ્યાવાનમાં ઉત્તમ હે જયા! તું કહે કે એવા કેનું આ સિંહાસન છે કે જેની ઉદારતાથી પ્રસન્ન થઈ તમે તેનું કીર્તન કરે છે–૨૦૪. એ વૃત્તાંત અથથી તે ઈતિ સૂધી આશ્ચર્યથી અભિભૂત ચિત્તવાળા આ સર્વ સભાસદોને તું સંભળાવ–૨૦૫. તે રાજાનું આવું વચન સાંભળી ચતુર હૃદયવાળી પેલી પૂતળી બેલી કે સિંહાસનની ઉત્પત્તિ સાંભળ, કહું છું, ને તે માટે નીરાંતે બેસે–૨૦૬. ' P.P. Ac. Gunratnasari M.S. Jun Gun Aaradhak Trust