________________ 17 સર્વગુણસંપન્ન હોય તેણે આ આસને બેસવું–૧૮૮. કિલિગ વડરી ધારણેણ કજસ્મિઈવીએ ઠાણે રાયા ન હોઈ સયમેવ ધારતો ચામરડેવિ-૧૮૯. આ સિંહાસનનાં અમે સર્વ અધિષ્ઠાતા છીએ, માટે દેવાધિષ્ઠિત એવા આ સિંહાસન ઉપર તમારે બેસવું ગ્ય નથી–૧૯૦. કોઈ સામાન્ય રાજા, કિંચિત્ ભાગ્યયુક્ત હેય, કે એકાદ દેશની પ્રભુતાવાળો હોય, તે અત્ર એક શિયાળ જે હેઈ બેસવા ગ્ય નથી–૧૯૧. આવી હીપના સાંભળી ભેજ રાજા વિસ્મય પામે, ને ઉત્તર કહેવા લાગ્ય–૧૯ર. હે પુત્રિા ઔચિત્યમાત્રનાજ હું સારો લક્ષ આપું છું તે મારા કરતાં વધારે દાનશૂર બીજો કોણ છે?–૧૯૩. હે વિપ્ર! જલ કેટલું છે ? નરાધીશ! ઝાંઘ સુધી છે, આવી અવસ્થા કેમ ? હે ભેજ! આપ જેવા સર્વત્ર નથી–૧૯૪. લક્ષ, લક્ષ, ને ફરી લક્ષ તથા દશ મત્ત ગજેંદ્ર એટલાં વાનાં તુષ્ટ થઈ, “ઝાંગ સુધી” એટલું કહેતા વિપ્રને આપ્યાં–૧૯૫. 2. પ્રથમ પંક્તિ લાગતી નથી. બીજી પંક્તિનું તાત્પર્ય કે પોતાની મેળે ચામરાદિ ધર્યાથી કોઈ રાજો થતું નથી (રાજા તો તણથી થાય છે).. 3. કથા એવી છે કે, એક બ્રાહ્મણ બહુ દુર્બલ હોવાથી કઠીઆરાને ધંધો કરતો હતો, ને લાકડાં લઈને નદી ઉતરતો હતો, ત્યાં રાજાએ શીકારે જતાં તેને જોઈ તેના ઉપર દયા ખાઈ સવાલ કર્યો કે જલ કેટલું છે? ઝાંઘ સુધી કહ્યું ત્યારે ફરી પૂછયું કે આવી અવસ્થા કેમ ? તો બ્રાહ્મણે કહ્યું કે બધે જ વસતા નથી. તે ઉપરથી ખુશી થઈ કેશાધિકારી પાસે બ્રાહ્મણને મોકલ્યો કે જા; લક્ષ આપશે. બ્રાહ્મણે ભાગ્યા છતાં કેશાધિકારીએ ન આપ્યા ત્યારે તે પાછો આવ્યો તે રાજાએ બે લક્ષની આજ્ઞા કરી. વળી પાછો આવ્યો ત્યારે ત્રણ લક્ષ અને દશ હાથીની આજ્ઞા કરી, ને સાથે માણસ મોકલી તેટલું અપાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust