________________ 128, . છ એ દર્શનને વસ્ત્ર, અન્ન, જલ, ઔષધ, પુસ્તક, આશ્રમ, શાલા, ઇત્યાદિ દાનેશ્વર રાજાએ આપ્યાં-૮૩ બીજા લેકના પણ અરઢ જાતના કર કાઢી નાખવાનો, સમચિત્તવાળા અને શુભહ્રદયવાળા રાજાએ હુકમ કર્યો-૮૪ દાણ, પૂઠી, હળ, મોભ, ભાગ, ભેટ, તલારક, વધાઈ, મલમંદ, વલ, લાંચ, ચારિકા, ગઢ, વાટી, છત્ર, એલાણ, ઘટક, કુમારને સુખાસ્વાદ, એ અરાઢ જાતના કર હતા–૮૫-૮૬ સવ પુરીય કરણે ગુણ્ય નરા ઉમએહિ સહણ અગુણસુઅ ભથ્થો સમ્મદિકલ્સ લિંગાઈ -87 કર ઉપરિ કરિક કરતલિ કર કરિજ્જ જિણિ દિણિ કરતલિ કરઈતે ખલ ઈમ ગણિજ-૮૮ સર્વત્ર, સર્વદેશમાં, સર્વ તીર્થમાં, દેવના પૂજન માટે રાજાએ ઘણાં માણસે મોકલ્યાં–૮૯ મંદિર, મઠ, શાલા, સરોવર, કઈ પડી ગયાં છે, કોઈ જર્જર થયાં છે, તે સર્વને રાજાએ નવાં કરાવી આપ્યાં-૯૦ જેટલું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે, તેટલું નવું કરાવવામાં નથી, કેમ કે નવામાં જીવહિંસા ઘણી થાય છે, ને જૂનામાં થોડી થાય છે–૯૧. સુવર્ણ, રત્ન, મણિ, ધાન્ય, ગૃહ, ચતુષ્પદ, પુર, દેશ, ગામ, કૂવા, ઈત્યાદિ વિવિધ દાન રાજા આપતો હો-૯૨ , આડાં ઉડનારાં પક્ષી, ઉંચે ચાલનારા દેવ, પાતાલમાં વસનારા નાગ, સર્વને બલિપૂજા પ્રદાનપૂર્વક ભક્તિથી નૃપે સંતોષ્યાં–૯૩ ' વનમાં રહેનાર છેને માટે ફાંસા ઘલાતા બંધ કરાવ્યા, અને તેવા ધંધાથી જીવનારને જલ અન્ન આપવા માંડયું-૮૪ સર્વ જળાશયોમાં માછલાં મારવાં બંધ કરાગ્યાં, ને પક્ષીઓ ઉપર જાલ નંખાતી અટકાવી–૯૫ 1. અર્થાત્ તે તે દર્શનના અનુયાયીને, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust