________________ 123 તેણે કહ્યું કે, મારા કુટુંબમાં એ બાબતે કલહ થાય છે ત્યારે ચારે આપી “દીધાં–૧૪ માલવામાં સ્વર્ગપુરી સમાન અને નયનને આનંદ આપનારી એવી ઉજજયિની નામની પુરી છે–૧૫ ત્યાં વિક્રમ નામને ભૂપાલ હતો, જે સ્વરૂપથી ને સ્વગુણના સમૂહથી શેભત હતો અને સત્કારથકી દાન આપી સ્વર્ગનો માર્ગ સાધતો હતો–૧૬, સત્ત્વ, સાહસ, સબુદ્ધિ, બળ, વીર્ય, ગુણસમૂહ, એ બધાં શ્રી વિક્રમ ભૂપાલમાં એવાં હતાં કે તેનાથી દેવ પણ ડરતા હતા–૧૭ ઉધમ, સાહસ, વૈર્ય, બલ, બુદ્ધિ, અને પરાક્રમ, એટલાં જેનામાં , હેય તેનાથી દેવ પણ પાછી હઠે–૧૮ નિશ્ચય કરીને આરંભ કરતાં પુરુષને દેવ પણ સહાય થાય છે. જેમ સાળવીને ઘેર વિષ્ણુને પોતાનાં ગરુડ અને ચક્ર મેકલવાં પડ્યાં હતાં–૧૯ એક વખત એ વિક્રમ ભૂપતિ જે સર્વ શત્રુને જીતી તેમને માથે થયે હતો તે સમાધિધ્યાન સમયે મનમાં એમ વિચારવા લાગ્યું કે મારી રાજયલક્ષ્મીમાં તે મણ નથી, એવી કેઈને નહિ હોય, ને ગૃહમાં ને કોશમાં ઉભયત્ર તે સ્થિર જણાય છે; પણ તત્ત્વજ્ઞો એમ કહે છે કે, લક્ષ્મી તો સ્વભા“વથી ચંચલ છે, અને પ્રાસાદ ઉપરની ધજાની પેઠે, ક્ષણમાં આવે છે ને જાય છે–૨૦–૨૧-૨૨ મેઘચ્છાયા, પરાળને અગ્નિ, સંધ્યાકાલનો રાગ, પાણીને પરપેટે, મેઘધનુષ, નદીનું પૂર, ઠારી નાખે તે દૃઢ હિમ, કુસ્ત્રીને સ્નેહ, અંગુષ્ઠ વાધ, કુધાન્ય, વાલુકાજલ, એ બધાં જેવાં સ્થિર છે, તેના જેવી લક્ષ્મી પણ રિથર જાણવી–૨૩–૨૪ : વળી, અસ્થિર એવી લક્ષ્મીનું જવું આવવું સમજાય તેમ નથી, ક્યાંથી આવે છે ને પાછી ક્ષણમાં ક્યાં જતી રહે છે–૨૫ * આ હરિપ્રિયા કેના ઘરમાં જંપીને વસે છે? એક તેને સધ્ધર્મકાર્યમાં વાપરે છે, બીજે ભેચમાં પૂરે છે;-૨૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust