________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. પુતળી તેણે પોતાની બુદ્ધિથી ઘડી છે કે કોઈનું રૂપ જોઈ તેને અનુસારે ઘડી છે? તે સમાચાર જાણ્યા પછી જે કઈને જોઈને ઘડી હશે તો મારા મિત્રની ઈચ્છા પૂર્ણ થશે. હું તેને માટે પ્રયત્ન કરીશ.” તે સાંભળી શ્રેષ્ઠીએ અમરદત્તને સાચવવાનું અંગીકાર કર્યું. ત્યારે અમરદત્ત બે કે–“ હે મિત્ર! જે હું તને કષ્ટ પડયું જાણુશ તે તેજ વખતે મારા પ્રાણ ચાલ્યા જશે.” મિત્રાનંદે કહ્યું1 “હે મિત્ર ! હું બે માસ સુધી માં ન આવું તે તારે જાણવું કે મારો મિત્ર હયાત નથી. " . - આ પ્રમાણે તેને મુશ્કેલીથી બંધ પમાડી–સમજાવી શ્રેષ્ઠીને તેની ભલામણ કરી મિત્રાનંદ અખંડ પ્રમાણે ચાલતો અનકમે પારકપુરે પહોંપે. ત્યાં પોતાની મુદ્રિકા વેચી રેગ્યતા પ્રમાણે વસ્ત્રાદિ વેષ ગ્રહણ કરી હાથમાં તાંબુલાદિક લઈ સૂત્રધારને ઘેર ગયે. તેણે પણ તેને લક્ષ્મીવાનું જાણી ઘણી બરદાસ્ત કરી. પછી ઉત્તમ આસન ઉપર બેસાડી સૂત્રધારે તેને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે મિત્રાનંદે કહ્યું કે –“હે ભદ્ર! મારે તમારી પાસે એક પ્રાસાદ કરાવવો છે; પરંતુ તમારી કળાની કઈ પ્રતિકૃતિ હોય તમે કઈ જગ્યાએ પ્રાસાદ બાંધે હોય તો તે દેખાડે.” ત્યારે સૂત્રધાર બેલ્યા“હે શેઠ! પાટલીપુર નગરની બહાર ઉદ્યાનમાં જે પ્રાસાદ છે તે મારો કરેલ છે. તે તમે જે છે કે નહીં ?" મિત્રાનંદે કહ્યું— “હા. તે મેં હાલમાંજ જોયો છે, પરંતુ તે પ્રાસાદમાં અમુક ઠેકાણે જે પુતળી છે તે કોઈનું રૂપ જોઈને કરેલી છે? કે માત્ર તમારી કળાકુશળતાથીજ કરેલી છે?” સૂત્રધારે જવાબ આપે કે –“અવંતી નગરીમાં મહાન રાજાને રતનમંજરી નામની પુત્રી છે, તેનું રૂપ જોઈને તે કરેલી છે.” આ પ્રમાણે સાંભળી તેણે સૂત્રધારને કહ્યું કે— ઠીક છે. ત્યારે હું સારે દિવસ પૂછીને પ્રાસાદ કરાવવા નિમિત્તે તમને બોલાવવા આવીશ.” એમ કહી તે બજારમાં ગયા. ત્યાં ઉત્તમ વસ્ત્રો જે પોતે લીધા હતાં તે પાછા વેચી નાંખી શંબલની 1 સામગ્રી તૈયાર કરી નિરંતરના પ્રયાણવડે તે અનુક્રમે એક દિવસે સંધ્યા સમયે ઉજ્જયિની (અવંતી) નગરીએ પહોંચે. 1 ભાતાની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust