________________ તૃતીય પ્રસ્તાવ. ઉજ્જયિનીના દરવાજામાં નગરદેવીના મંદિરમાં જઈને મિત્રાનંદ બેઠે છે, તેટલામાં નગરીની અંદર થતી ઉષણા તેણે આ પ્રમાણે સાંભળી કે–“જે કઈ પુરૂષ રાત્રિના ચારે પહોર આ શબનું રક્ષણ કરશે તેને ઇશ્વર નામને શ્રેષ્ઠી એક હજાર સોનામહોરો આપશે.” તે સાંભળી મિત્રાનંદે પાસે રહેલા એક પ્રતિહારને પૂછ્યું કે –“એક છે રાત્રિને માટે આ શ્રેષ્ઠી આટલું બધું ધન આપે છે તેનું શું કારણ?” છે દ્વારપાળે જવાબ આપે કે " હે ભદ્ર ! આ નગરીમાં હાલ મરકી પ્રવતી છે. શ્રેષ્ઠીને ઘેર મરકીના દોષથી કોઈ મરી ગયેલ છે. તેનું આ મૃતક છે, તેને બહાર લઈ જતાં પહેલાં સૂર્ય અસ્ત પાપે. તેથી નગ- 2 રીના દરવાજા બંધ થયા. હવે આખી રાત્રિ સુધી તે મરકીથી હણયેલા શબનું રક્ષણ કરવા કોઈ સમર્થ નથી. તેથી કરીને તેના રક્ષણ નિમિત્ત શેઠ ઘણું ધન આપવાનું કહે છે.” તે સાંભળી મિત્રાનંદે વિચાર્યું કે–“ધનરહિત માણસને કાર્યસિદ્ધિ થતી નથી, માટે આ સાહસ સ્વીકારી દ્રવ્ય મેળવવું.” આમ વિચારી સાહસ ધારણ કરી ધનના લોભથી મિત્રાનંદે તે મૃતકનું રક્ષણ કરવાનું અંગીકાર કર્યું. ઈશ્વરશ્રેષ્ઠી મિત્રાનંદને અધું ધન આપી તે મૃતક સંપી બાકીનું ધન પ્રભાતે આપીશ એમ કહી પિતાને ઘેર ગયો. મિત્રાનંદ તે મૃતકને લઈ રાત્રિમાં સાવધાનપણે તેનું રક્ષણ કરવા લાગ્યો. મધ્ય રાત્રીએ શાકિની, ભૂત, વેતાળ વિગેરે પ્રગટ થયા, અને અનેક પ્રકારના ઉપસર્ગ કરવા લાગ્યા. પરંતુ ધીરતાથી તેણે તે સર્વ સહન કરી રાત્રિ નિર્ગમન કરી અને શબનું રક્ષણ કર્યું. પછી પ્રભાતે તેના સ્વજનોએ આવી તે શબ સ્મશાનમાં લઈ જઈ તેને અગ્નિસંસ્કાર કર્યો. બાકીનું ધન મિત્રાનંદે માગ્યું, પણ ઈશ્વર શેઠે આપ્યું નહીં. ત્યારે મિત્રાનંદે કહ્યું કે –“જે અહીં મહાસેન ન્યાયી. રાજા છે તે મારૂં ધન મને મળશેજ.” આ પ્રમાણે કહી તે બજારમાં ગર્યો. ત્યાં સો સોનામહોર ખરચી ઉત્તમ વસ્ત્રો ખરીદ કરી ઉદાર વેષ પહેરી વસંતતિલકા નામની વેશ્યાને ઘેર ગયે. તેને જોઈ તેણીએ ઉભી થઈ તેને સત્કાર કર્યો. તે વખતે મિત્રાનંદે તેણીને ચાર સોનામહોરે આપી. તેની આટલી બધી ઉદારતાથી અક્કા હર્ષિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust