________________ તૃતીય પ્રસ્તાવ. ઈચ્છા તું પૂર્ણ કરજે.” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણ જ્યારે તેણે તેનું પડખું મૂકયું નહીં, ત્યારે મિત્રાનંદ કોધમાં આવી અત્યંત માટે સ્વરે રૂદન કરવા લાગ્યું. તે વખતે અમરદત્ત પણ રોવા લાગ્યો, પરંતુ તેણે તે સ્થાન મૂક્યું નહીં. તેવામાં ત્યાં તે પ્રાસાદને કરાવનાર રત્નસાર નામને શ્રેષ્ઠી આવ્યું. તેણે તેમને કહ્યું કે–“અરે! તમે સ્ત્રીની જેમ કેમ રૂદન કરે છે?” તે સાંભળી મિત્રાનંદે પિતા સમાન તે શ્રેણીની પાસે પિતાને સર્વ વૃત્તાંત પ્રથમથી કહી બતાવી પોતાના મિત્રની આવી ચેષ્ટા નિવેદન કરી. તે સાંભળી તે શ્રેષ્ઠીએ પણ તેને અત્યંત બેધ પમાડ્યો–સમજાવ્યો, તે પણ જ્યારે તેણે તે પુતળી ઉપર રાગ ન મૂક્યો ત્યારે શ્રેષ્ઠી ખેદ પામી વિચાર કરવા લાગ્યા કે “જે પથ્થરની બનાવેલી નારી પણ મનનું હરણ કરે છે, તો - સાચી સ્ત્રીની શી વાત કરવી?” કહ્યું છે કે - तावन्मौनी यतिर्ज्ञानी, सुतपस्वी जितेन्द्रियः। થોવન પિતાં ઇ–મોજ જાતિ પુરુષ ? .-- * " પુરૂષ જ્યાં સુધી સ્ત્રીને દષ્ટિગોચર થયો ન હોય અર્થાત જ્યાં સુધી પુરૂષ સ્ત્રીને જોઈ ન હોય ત્યાં સુધી જ તે મૌન વ્રતવાળો જ્ઞાની, તપસ્વી કે જિતેંદ્રિય રહી શકે છે.' આ પ્રમાણે તે શ્રેષ્ઠી વિચાર કરતે હતે તેટલામાં તેને મિત્રાનંદે પૂછયું કે–“હે તાત! આ વિષમ કાર્યમાં હવે મારે શો ઉપાય કર ?" આને ઉત્તર આપતાં જ્યારે તે શ્રેષ્ઠીને પણ કાંઈ ઉપાય સૂ નહીં ત્યારે ફરીથી મિત્રાનંદે તેને કહ્યું કે-“હે શ્રેણી ! જેણે આ પુતળી ઘડી છે તે સુત્રધારને જે હું જાણું તે આની ઈચ્છા પૂર્ણ કરૂં.” ત્યારે શ્રેષ્ઠી બોલ્યા–“કેકણ દેશમાં સોપારક નામના નગરમાં શૂર નામનો સૂત્રધાર છે તેણે આ પુતળી ઘડી છે. આ હકીકત આ પ્રાસાદ મેં કરાવ્યું છે તેથી હું જાણું છું.” વળી ફરીથી શ્રેણીએ કહ્યું “આ હકીક્ત સાંભળીને તેં જે વિચાર ધાર્યો હોય તે મને કહે.” ત્યારે મિત્રાનંદ બે કે –“હે શ્રેણી ! જે તમે મારા મિત્રને સાચવે તે હું સોપારક જઈ તે સૂત્રધારને પૂછું કે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust