________________ દ્વિતીય પ્રસ્તાવ. ઉજાણી કરવા ગયે. ઉદ્યાનમાં તેણે મોટે વિશાળ મંડપ બંધાવ્યો હતો. તે મંડપમાં મિત્રો સહિત બેસીને તે મનહર ખાદ્ય, જ્ય, લેહ્ય અને પેય એવા ચાર પ્રકારનો આહાર ઈચ્છા પ્રમાણે કરવા લાગ્યા. જમ્યા પછી પંચ સુગંધીવાળા ઉત્તમ તાંબુલનું ભક્ષણ કરી, ક્ષણવાર નાટકનું કૌતુક જોઈ, ફળની સમૃદ્ધિથી મને હર અને ઘણું વૃક્ષેથી સુશોભિત ઉદ્યાનને જોવા લાગ્યું. તેટલામાં તેણે એક મુનિને જોયા. તેને જોઈ મિત્રોની પ્રેરણાથી તે મુનિ પાસે ગયે. તેમને વંદના કરી. તે મુનિએ પણ ધ્યાન મૂકી તેને ધર્મલાભરૂપ આશીર્વાદ આપેત્યારપછી તેમની ધર્મદેશના સાંભળીને તે પ્રતિબંધ પામ્યા, અને તેજ મુનિની પાસે તેણે સમકિત સહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પછી ફરીથી મુનિને વાંદી તે પોતાને ઘેર ગયો. પિતાના દ્રવ્યથી તેણે એક મોટું જિનમંદિર કરાવ્યું. ત્યારપછી તેણે મનમાં વિચાર્યું કે મેં ધર્મરસના અધિકપણાથી આટલો બધો ધનને વ્યય કેમ કર્યો? મેં ફેકટજ ધનનો વ્યય કરી નાખ્યો.” આ પ્રમાણે વિચારી કેટલાક દિવસે તે ઉત્સાહ રહિત રહ્ય. પછી પાછીલેકોના આગ્રહથી તેણે જિન પ્રતિમા કરાવી. તે પ્રતિમાની વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરી. જીવહિંસાને નિવારી યથાગ્ય દાન દીધું. ફરીથી પાછું તેણે વિચાર્યું કે-“અહો ! મેં ધર્મકાર્યમાં ઘણું દ્રવ્યને વ્યય કરી નાંખ્યા. ઉપાર્જન કરેલા ધનમાંથી ચોથો ભાગ જ ધર્મમાં વાપરવો જોઈએ, અધિક વાપરવા ન જોઈએ. આનું ફળ મને કાંઈ થશે કે નહીં, તેનો પણ સંશય છે. શાસ્ત્રમાં તે એવું સંભળાય છે કે અલ્પ વ્યયનું પણ ઘણું મોટું ફળ મળે છે. " આ પ્રમાણે સંશયવાળે થયે હતો છતાં તે દેવપૂજદિક કાર્ય પણ કરતો હતો. એકદા તેને ઘેર બે સાધુ આવ્યા. તેમને તેણે જાતે ઉભા થઈને શુભ આહાર વહોરાવ્યું. તે મુનિ ગયા પછી તેણે વિચાર્યું કે–“મને ધન્ય છે કે જેથી મેં મારા હાથથીજ તપસ્વીઓને મધુર આહાર વહોરાવ્યો.” એકદા રાત્રિને છેડે નિદ્રામાંથી જાગી તેણે વિચાર્યું કે–“જેનું કાંઈ પણ પ્રત્યક્ષ ફળ દેખાતું ન હોય તેવું પુણ્ય કરવાથી શું ?" વળી એકદા મળે કરીને મલિન કાયાવાળા બે તપસ્વી : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust