________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. સૂરરાજની પુત્રી રાજપુત્ર ઉપર પ્રીતિવાળી થઈ. તેણુએ પોતાને વિચાર પિતાની સખીને જણાવ્યું. સખીએ તેણીના પિતાને કહ્યું. તેણે રાજાને કહેવરાવ્યું અને રાજાએ કુમારને કહ્યું, ત્યારે તે કુમાર બહુજ પ્રસન્ન થયા. પછી રાજાએ જોશીને બોલાવી વિવાહનો શુભ દિવસ પૂછયો. તેણે બીજે દિવસે જ શુભ મુહુર્ત છે એમ કહ્યું એટલે દોષ રહિત અને શુભ ગ્રહની દષ્ટિવાળા તે શુભ લગ્ન તે બન્નેને વિવાહ થયે. ત્યારપછી તે કુમાર તેણીની સાથે પ્રીતિપૂર્વક વિષયસુખ ભેગવવા લાગ્યા. એકદા રાજાના મસ્તકમાં શૂળની અત્યંત વ્યથા ઉત્પન્ન થઈ. 6 તે વખતે ધનદે દેવીના આપેલા રોગાપહારક મણિના પ્રભાવથી તે પીડા સમાવી દીધી. તે વખતે રાજાએ વિચાર્યું કે -" અહો ! આ ધનદ જે ગુણરત્નને સાગર બીજે કોઈ જણાતું નથી. ભાગ્યના . 5 ગથીજ આ મારા મિત્ર થયે છે.” આ પ્રમાણે વિચારી રાજ તેને પુત્રથી પણ વધારે માનવા લાગ્યું. એકદા તે નગરના ઉદ્યાનમાં શીલંધર નામના સૂરિ પિતાના પાદન્યાસ વડે પૃથ્વીને પવિત્ર કરતા પરિવાર સહિત પધાર્યા. તેમને વંદન કરવા માટે સર્વ પુરજનો ભક્તિથી ઉદ્યાનમાં ગયા. તે વખતે ધનદ પણ રથમાં બેસી ગુરૂ પાસે ગયે. ગુરૂને વંદના કરી ધનદ વિગેરે સર્વે જ યોગ્ય સ્થાને બેઠા. ત્યારે ગુરૂએ ધર્મદેશના આપી કે“આ સંસારમાં જીવને ધર્મ વિના સુખની પ્રાપ્તિ થતી નથી, તેથી તે ભવ્ય પ્રાણીઓ! તમે ધર્મના આરાધનમાં જ પ્રયત્ન કરો. જે પુરૂષ ધર્મ કરતી વખતે વચ્ચે વચ્ચે મનવડે કરીને પણ આંતરું પાડે છે તે પુરૂષ મહેણુકની જેમ દુઃખમિશ્રિત સુખને પામે છે. " તે સાંભળી ધનદે સૂરિને પૂછયું કે–“હે ભગવન ! તે મહણાક કોણ હતા કે જેણે ધર્મ કરતાં વચ્ચે વચ્ચે અંતર પાડયું? અને શી રીતે તેણે ધર્મને કલંકિત કર્યો? કૃપા કરીને તેનું વૃત્તાંત કહો.” ત્યારે ગુરૂ બેલ્યા “આજ ભરતક્ષેત્રમાં રત્નપુર નામનું નગર છે. તેમાં શુભદત્ત નામને ધનવાન શ્રેષ્ઠી રહેતો હતો. તેને વસુંધરા નામની ભાર્યા હતી. તેમને મહામુક નામનો પુત્ર થયો હતો. તે પુત્રને સમશ્રી નામની પ્રિયા હતી. એકદા તે મહણક રથમાં બેસી ઉદ્યાનમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust