________________ દ્વિતીય પ્રસ્તાવ. વિષ રહિત કર્યો, તેથી રાજા અત્યંત હર્ષ પામ્યો. ત્યારપછી રાજા ધનદને સત્કાર કરી પોતાના મહેલમાં આવ્યા અને પુત્ર જન્મની વધામણીનો ઉત્સવ કર્યો, તથા દીનાદિકને ઘણું દાન આપ્યું. ત્યારપછી રાજપુત્ર અનુક્રમે વૃદ્ધિ પામી વન વયને પ્રાપ્ત થયે. એકદા તેહાથી ઉપર ચડીને રાજવાટિકામાં જતું હતું. માર્ગમાં નગરની શોભા જોતાં તે કુમારે સૂરરાજની પુત્રી શ્રીષેણુ નામની કન્યાને જોઈ એટલે તરતજ તે કામદેવથી વ્યાકુળ થઈ ગયું. પણ તે કન્યા રાજકુમારને જોઈને કોઈપણ પ્રીતિવાળી થઈ નહીં. કામવરથી પીડાયેલે કુમાર ઘેર આવે, પરંતુ તેની પીડા શાંત થઈ નહીં.કુમારના મંત્રીઓએ કુમારને અભિપ્રાય રાજાને જણાવ્યું. રાજાએ કોઈ બુદ્ધિ માન મંત્રીને સૂરરાજ પાસે કુમારને માટે શ્રીષેણાની યાચના કરવા મોકલ્યા. સૂરરાજ મંત્રીના મુખથી તેવી માગણી સાંભળી ઘણું હર્ષ પૂર્વક તે મંત્રીનું નૈરવ કરવા લાગ્યું. તેટલામાં તે કન્યા બેલી કે— “જે તમે મને તે કુમારને આપશે તે હું નિશ્ચ આત્મહત્યા કરીશ.” આવું કન્યાનું વચન સાંભળી સૂરરાજ અત્યંત ખેદ પામ્યું. તેણે મંત્રીને કહ્યું કે–“ હાલ તે તમે જાઓ, હું મારી પુત્રીને સમજાવીને પછી કહેવરાવીશ. " મંત્રીએ રાજા પાસે આવી તે સર્વ વૃત્તાંત રાજાની પાસે કહ્યો. મંત્રીના ગયા પછી સૂરરાજે, ઘણ રીતે તે કન્યાને સમજાવી, પરંતુ તેણીએ તે વરને ઈછોજ , નહીં, ત્યારે તે વૃત્તાંત સૂરરાજે રાજાને નિવેદન કર્યો. રાજાએ તે વાત (પુત્રને જણાવી. તે સાંભળી નિરાશ થયેલા રાજપુત્ર અત્યંત દુ:ખી થ. આ અવસરે ધનદ રાજાની પાસે આવ્યા અને તેણે પૂછયું કે “હે સ્વામી ! આજ આપ ચિંતાતુર કેમ છો ?" ત્યારે રાજાએ તેને પુત્રની હકીકત કહી બતાવી. તે સાંભળી ધનદ બે –“હે રાજન ! આ બાબતમાં ખેદ કરશે નહીં. હું રાજકુમારનું વાંચ્છિત સિદ્ધ કરી આપીશ.” આ પ્રમાણે કહી ઘેર જઈને ચકકેશ્વરી દેવીએ આપેલાં રત્નેમાંથી એક રત્ન લાવી તેણે રાજપુત્રને આપ્યું. પછી તે રાજપુત્રે ધનદના કહેવા પ્રમાણે વિધિપૂર્વક તે રત્નની આરાધના કરી, એટલે તે મણિને અધિષ્ઠાયક તુષ્ટમાન થયો. તેના પ્રભાવથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust