________________ શ્રી રતિનાય ચરિત્ર. મુનિને જોઇ તેણે વિચાર્યું કે—“અહો! આ મલિન શરીરવાળા મુનિને ધિક્કાર છે, જે કદાચ આ જૈનમુનિઓએ નિર્મળ વેષ કર્યો હોત તે જૈનધર્મને શું દૂષણ લાગત ?" આ પ્રમાણે વિચારી તેણે ફરીથી ચિંતવ્યું કે - “અરે! દુષ્ટ વિચાર કર્યો, મુનિઓ તે આવા જ હોય. તેમના સંયમનું જ નિર્મળપણું જોવાનું છે, શરીરનું જોવાનું નથી. " આ પ્રમાણે તેણે શુભ ભાવથી શુભ કર્મ ઉપાર્જન કર્યું, અને આંતરે આંતરે અશુભ ભાવથી અશુભ કર્મ પણ ઉપાર્જન કર્યું. પછી અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી તે ભવનપતિ દેવ થયો. ત્યાંથી ચવી તું ધનદ નામે એક પુત્ર થયે છે. પૂર્વભવે તે ધર્મ કરી કરીને આંતરે આંતરે તેને દૂષિત કર્યો, તેથી કરીને આ ભવે તને દુઃખમિશ્રિત સુખ પ્રાપ્ત થયું છે.” . ' આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળી ધનદ મૂછ પામી પૃથ્વી પર પડ્યો, અને જાતિસ્મરણ ઉપજવાથી પિતાને પૂર્વભવ તેણે છે. તે જોઈને તેણે ગુરૂને કહ્યું કે હે પ્રભુ! તમે જે કહ્યું તે સર્વ સત્ય જ છે. હવે હું બંધુઓની આજ્ઞા લઈને આપની પાસેજ વ્રત ગ્રહણ કરીશ.” એમ કહી ઘેર જઈને તેણે પોતાના માતા પિતાને વિજ્ઞપ્તિ કરી કે–“હે પિતા ! હે માતા ! તમે મને દીક્ષા લેવાની રજા આપો.” તે સાંભળી તેમણે તેને ઘણી રીતે સમજાવ્યો, પરંતુ તે પિતાના વિચારથી વિરામ પામ્યું નહીં. ત્યારે તેઓ બોલ્યા કે—“હે વત્સ ! જે તું દીક્ષા લઈશ તો અમે પણ તારી સાથે જ દીક્ષા ગ્રહણ કરશું.” આ પ્રમાણે તેમનું . વચન સાંભળી ધનદે રાજાની પાસે જઈ પોતાનો અભિપ્રાય જણાવ્યો. ત્યારે રાજા પણ બે કે–“ હું પણ તારી સાથે વ્રત લઈશ.” તે સાંભળી ધનદ બે “હે નાથ ! ગૃહસ્થપણામાં તમે અમારા સ્વામી હતા, તે જે યતિપણામાં પણ સ્વામી થાઓ તે બીજું શું જોઈએ ? ". ત્યારપછી રાજાએ કનકપ્રભ નામના પોતાના પુત્રને રાજ્ય પર બેસાડ્યો, અને ધનદના પુત્ર ધનવાહને શ્રેણી પદે સ્થાપન કર્યો. પછી ધનદે રાજા, માતા પિતા અને ભાર્યા સહિત ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી. ત્યાર પછી તે સર્વે તપ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust