________________ દ્વિતીય પ્રસ્તાવ, મૂકી તે ભાખંડ પક્ષી ઉડીને જતો રહ્યો. ત્યાર પછી ધનદ તે દ્વીપના શીતળ વાયુથી ચેતના પામ્યો. તે ઉભો થઇ ચોતરફ જેવા લાગ્યો, એટલે તેણે મનુષ્ય રહિત મોટી અટવી જોઈ. તેણે ચિત્તમાં વિચાર્યું કે –“તે મારૂં નગર ક્યાં ? અને આ ભયંકર અટવી ક્યાં ? અથવા મારે આવી ચિંતા કરવાથી શું ફલ છે? દેવની ચિંતાજ બળવાન છે.” આ પ્રમાણે ચિંતવતે ક્ષુધા તૃષાથી પીડાયેલે તે તે શૂન્ય દ્વીપમાં ફળ અને જળની આશાથી ફરવા લાગે. તેટલામાં તેણે કોઈ ઠેકાણે પડી ગયેલા ઘરવાળું એક શૂન્ય નગર જોયું. તે જોઈ તે આશ્ચર્ય પામ્યું. ત્યાં ભમતાં તેણે એક કુ જે. તેમાંથી મહાકષ્ટ જળ કાઢી તેનું પાન કરી તૃષાનું નિવારણ કર્યું, તથા કેળાં વિગેરે ફળો ખાઈ પ્રાણવૃત્તિ કરી. પછી ભયને લીધે તે નગરથી તે દૂર જઈને રહ્યો. એટલામાં સૂર્ય અસ્ત પામ્યો. અંધકાર વડે વિશ્વ વ્યાપ્ત થયું. તે વખતે ધનદે કોઈ પર્વતની સમીપે જઈ અગ્નિ સળગાવી ટાઢનું નિવારણ કરીને રાત્રિ નિર્ગમન કરી. પ્રાત:કાળે સે અગ્નિના પ્રદેશની ભૂમિ સુવર્ણમય થયેલી જોઈ તે શ્રેષ્ઠીપુત્રે વિચાર્યું કે–“ખરેખર આ સુવર્ણદ્વીપ જણાય છે, કેમકે અગ્નિના સંયેગથી આ ભૂમિ સુવર્ણમય થઈ ગઈ છે.” આ પ્રમાણે નિશ્ચય કરી તેણે હર્ષ પામી વિચાર્યું કે–“હું અહીં ઘણું સુવર્ણ ઉત્પન્ન કરૂં.” પછી તેણે પર્વતની માટીવડે ઈટના જેટા પોતાના નામના ચિહ્નવાળા કર્યા. અને તેને અગ્નિની ભઠ્ઠીમાં પકવ્યા. તેથી તે ઈંટેના જેટા સર્વે સુવર્ણના થઈ ગયા. એકદા ભમતો ભમતા કેઈ ઠેકાણે પર્વતના નિકું. જમાં તેણે રત્નને સમૂહ જે તે સર્વ રત્ન પણ તેણે સુવર્ણની સમીપે આણ્યા. ધીરે ધીરે તેણે સેનાની ઈટ અને રત્નને મેટ સમૂહ એકઠા કર્યો, અને કેળાં વિગેરે ફળોથી પ્રાણવૃત્તિ કરવા લાગ્યા. એકદા તે તરફ કેઈ સુદત્ત નામને સાર્થવાહ વહાણુમાં બેસીને આવ્યું. તેના વહાણમાં પ્રથમથી સંઘરેલા જળ અને ઈધણ ખૂટી ગયાં. તેથી સુદત્ત સાથે વાહે આ દ્વીપ જોઈ પોતાના માણસેને જળ અને ઈધણ લેવા તે દ્વીપમાં મોકલ્યા. તે માણસોએ ત્યાં ધનદને જોઈ તેને પૂછયું કે–“હે ભદ્ર! તું કોણ છે?”. ધનદે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust