________________ - શ્રી શાંતિનાથ ચરિત્ર. દ કરી છે. ખરેખર આવી વેપારની કુશળતાથી તમારે પુત્ર લક્ષ્મીને ઘણું વધારશે!” આવું હાંસીનું વચન સાંભળી શેઠે ક્રોધ પામી પુત્રને કહ્યું કે –“રે દુષ્ટ ! તું અહીંથી ચાલ્યો જા, મને તારૂં મુખ દેખાડીશ નહીં. સૂનું ઘર સારૂં પણ ચારથી ભરેલું સારું નહીં. તું પુત્ર છે તેથી કરીને પણ શું ?" આ પ્રમાણેનું અપમાનયુક્ત વચન સાંભળી ધનદ તરતજ તે દુકાનથી નીચે ઉતરી ચિત્તમાં ગાથાના અર્થનું સ્મરણ કરતે ચાલી નીકળે. નગરની બહાર નીકળી સાયક કાળને સમય થવાથી ઉત્તર દિશા તરફના એક વનમાં ગયા. ત્યાં એક નિર્મળ જળથી ભરેલું મેટું સરેવર જોઈ તેમાં સ્નાન કરી જળપાન કરીને પાસેના એક વટવૃક્ષની નીચે પાંદડાની પથારી કરીને સુતે. આ અવસરે દેવગથી કે એક ધનુષધારી પારધિ જળ પીવા આવેલા પ્રાણુઓને હણવા આવ્યું. તે વખતે તે શ્રેષ્ઠીપુત્ર નિદ્રામાંજ પિતાનું પડખું ફેરવ્યું, તેથી સૂકાં પાંદડાંને શબ્દ થયે. શબ્દ સાંભળી પારધિએ વિચાર્યું કે–“કઈ વનચર પશુ જાય છે.” એમ વિચારી તેણે તેના વધને માટે શબ્દને અનુસારે બાણ મૂકહ્યું. તે બાણથી સુતેલા શ્રેષ્ઠીપુત્રને પગ વીંધાયે. નીશાન વિધાયું જાણી પારધિ તેને જોવા માટે તેની સમીપે આવ્યું, તેટલામાં ધનદ પણ પ્રહારથી પીડા પામી પેલી ગાથા બોલે. તે સાંભળી પારધિએ વિચાર્યું કે–“અરે! મૂઢ ચિત્તવાળા મેં કઈ થાકીને સુતેલા મુસાફરને હો જણાય છે.” આમ વિચારી તેની પાસે આવીને તેણે પૂછયું કે–“હે ભદ્ર! મારાથી અજાણતાં તું વીંધાય છે, કહે તને ક્યાં વાગ્યું ?" આમ બેલી તેણે તેના પગમાંથી બાણ ખેંચી કાઢ્યું, અને તે જખમ ઉપર પાટો બાંધવા લાગ્યા. શ્રેષ્ઠીપુત્રે પાટે બાંધવાની ના પાડીને કહ્યું કે–“તું તારે સ્થાને જા.” શ્રેષ્ઠીપુત્રે રજા આપી એટલે તે પિતાને સ્થાને ગયે. ત્યારપછી શ્રેષ્ઠીપુત્રના પગમાંથી રૂધિર નીકળવા માંડ્યું. રૂધિર ઘણું નીકળવાથી પ્રાત:કાળ થતાં તે નિષ્ટ થયે. તેટલામાં કેઈ ભાખંડ પક્ષીએ આવી તેને પડેલ જોઈ મરેલાની બુદ્ધિથી ઉપાડી સમુદ્રની મધ્યે રહેલા દ્વીપમાં મૂક્યો. પછી જેટલામાં તેને ખાવાને ઈરછે છે, તેટલામાં કેઈપણ ચિહ્નથી તેને જીવતે જાણું તેને ત્યાંજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust