________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. કહ્યું—“હું વનચર છું.” તેઓ બોલ્યા–“ તું અમને કોઈ જળનું સ્થાન દેખાડ.” ધનદે તેમને કુ દેખાડ્યો. સાર્થવાહના સેવકેએ કુવાની પાસે પેલે રત્ન અને સુવર્ણ સમૂહ જે. તે જોઈ તેઓએ ધનદને પૂછયું કે–“હે વનચર ! આ સુવર્ણાદિક કેવું છે?” તેણે કહ્યું - આ સર્વ મારું છે. આ સર્વ ધનને જે કોઈ સ્થળમાર્ગ લઈ જાય તેને હું આમાંથી એથે ભાગ આપું.” આ પ્રમાણે વાતે કરે છે તેટલામાં પેલો સાથે વાહ પણ ત્યાં આવ્યો. તેને ધનદે પ્રણામ વિગેરે વિનય કર્યો. સાર્થવાહે તેને આલિંગન કરી કુશળવાર્તા પૂછી અને સુવર્ણ તથા રત્નો તેને સ્થાને પહોંચાડવાનું કબૂલ કર્યું. પછી પિનાના સેવકો પાસે સર્વ સુવર્ણ અને રને પોતાના વહાણમાં નંખાવ્યા. ધનદે પણ તે સુવર્ણની ઈટેના જેટા તથા રત્નો તેને ગણીને સેપ્યા. તે ઘણું ધન જોઈ સાર્થવાહે દ્રોહની બુદ્ધિથી પોતાનાં માણસેને ખાનગી બેલાવી હુકમ કર્યો કે–“આને કુવામાં નાખી ઘો.” આ પ્રમાણે સ્વામીની આજ્ઞા થવાથી તે પુરૂએ ધનદને કહ્યું કે–“હે પરોપકારી ! અમે કૂવામાંથી જળ ખેંચી જાણતા નથી, તમને કુવામાંથી જળ ખેંચવાને પ્રથમથી જ અભ્યાસ છે. માટે અમને જળ ખેંચી આપવા કૃપા કરે.” આટલું સાંભળતાંજ ધનદ દાક્ષિણ્યતાથી પાછું ખેંચવા લાગ્યું. એટલે પેલા નિર્દય પુરૂએ તેને તરતજ કુવામાં નાંખી દીધે. દેવગે તે પાંદડાથી વ્યાપ્ય થયેલી કુવાની મેખળા ઉપર પડ્યો, પાણીમાં પડ્યો નહીં, અને ભાગ્યના યેગથી તેના શરીરને જરા પણ પીડા થઈ નહીં. પછી ધનદ પેલી ગાથા ચિંતવતે કુવામાં આજુબાજુ જેવા લાગ્યો. તેવામાં એક ઠેકાણે ગુફા જેવું જોઈને તે કેતુકથી તેની અંદર પેઠે. ત્યાં પગથીયાં જયાં, એટલે તે માગે તે કેટલેક નીચે ઉતર્યો. આગળ જતાં સપાટ માર્ગ આવ્યો. તે માગે આશ્ચર્ય જેતે જેતે તે આગળ ગાલે. માર્ગમાં એક દેવાલય દીઠું. તેની અંદર તે ગયે. દેવળમાં ગરૂડના વાહનવાળી, ચક્રના આયુધને ધારણ કરનારી અને માહામ્યવાળી ચકેશ્વરી દેવી દીઠી. એટલે અત્યંત ભક્તિથી તેને નમસ્કાર કરી મરતક પર બે હાથ જોડી વાણીમાં વિચક્ષણ એવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust