________________ દ્વિતીયે પ્રસ્તાવ. આ પ્રમાણે પોતપોતાના પૂર્વભવ સાંભળીને અમિતતેજ અને શ્રીવિજય વિગેરે હર્ષ પામી બેલ્યા કે–“અહા જ્ઞાનને કાંઈ પણ અસાધ્ય નથી.” પછી કેવળીને નમસ્કાર કરી અમિતતેજે પૂછવું કે- “હે પ્રભુ! હું ભવ્ય છું કે અભવ્ય છું? " કેવળીએ કહ્યું કે–“હે રાજા! આજથી નવમે ભવે તમે આજ ભરતક્ષેત્રમાં પાંચમા ચકવતી થશે અને તેજ ભાવમાં શાંતિનાથ નામે સેળમા તીર્થંકર થશે. તે વખતે આ શ્રીવિજયને જીવ તમારે પુત્ર થઈ પહેલા ગણધર થશે.” તે સાંભળીને તે બનેએ તેજ કેવળીની પાસે સમકિત સહિત શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. અશનિષ રાજાએ પોતાના પુત્રને રાજ્ય સેપી ચિત્તમાં વૈરાગ્ય પામી તેજ કેવળીની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રીવિજય રાજાની માતા સ્વયંપ્રભા દેવીએ ઘણી સ્ત્રીઓ સહિત તે બળભદ્ર મુનિની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી કેવળીને નમસ્કાર કરી શ્રીવિજ્ય અને અમિતતેજ પોતપોતાના પરિવાર સહિત પોતપિતાને સ્થાને ગયા, અને દેવપૂજા, ગુરૂસેવા તથા તપ જપ વિગેરે ધર્મકાર્ય વડે શ્રાવકધર્મને ઉદ્યોત કરતા સતા કાળ નિગમન કરવા લાગ્યા. એકદા તે પુણ્યાત્મા અમતતેજ રાજાએ પાંચ વર્ષના રત્નને : માટે જિનપ્રાસાદ કરાવ્યું. તેમાં જિનેશ્વરની સુંદર પ્રતિમાઓ સ્થાપના કરી, તથા તેની સમીપે તેણે એક સુંદર પિષધશાળા કરાવી. એક વખતે તે પિષધશાળામાં વિદ્યાધરની સભા વચ્ચે બેસી તે રાજા ધર્મનો ઉપદેશ આપતે હતો. તે અવસરે કોઈ બે ચારણમુનિ શાશ્વત જિનેશ્વરની પ્રતિમાને વાંદવા જતા હતા, તેઓ તે જિનચૈત્ય જોઈને ત્યાં વંદના કરવાના હેતુથી ઉતર્યા. તેમને જોઇ અમિતતેજ રાજાએ તે ઉત્તમ મુનિઓને શ્રેષ્ઠ આસન ઉપર બેસાડી તેમને ભક્તિપૂર્વક વંદના કરી. તેમાંથી એક મુનિ બેલ્યા કે–“હે રાજા ! જે કે તું પોતે જ ધર્મને જાણે છે, તે પણ અમારે ધર્મ કહે યેગ્ય છે, તેથી સાંભળ–“હે રાજા! મનુષ્યભવ વિગેરે સામગ્રી પામીને સંસારનું સ્વરૂપ જાણ સુખની ઈચ્છા રાખનારાએ નિરંતર ધર્મજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust