________________ શ્રી જ્ઞાતિનાય ચરિત્ર. અને સર્વ સૈન્ય સહિત વાજિત્રના શબ્દપૂર્વક અમિતતેજ રાજા સીમનગ પર્વત પર. બળભદ્ર મુનિને વંદન કરવા ગયે. ત્યાં પ્રથમ જિનેશ્વરના ચિત્યમાં જઈ જિનેંદ્રની સ્તુતિ કરી પછી શ્રીવિજય અને અમિતતેજ બળદેવ પાસે ગયા. મરીચિ દુત પણ શીઘ સુતારા દેવીને લઈને ત્યાં આવ્યું અને અખંડિત શીળવાળી સુતારા ને શ્રીવિજય રાજાને સેંપી તે વખતે અશનિષ રાજાએ ઉભા થઈ શ્રી વિજય અને અમિતતેજને ખમાવ્યા. ત્યારે તેમણે પણ તેનું સારું સન્માન કર્યું. એ રીતે તેઓ પરસ્પર દ્વેષ રહિત થયા. તે અવસરે કેવળીએ ધર્મદેશના આપી કે - .. रागद्वेषवशीभूता, जीवोऽनर्थपरंपराम् / સ્વાનિરર્થન”, અમર્યાન્તિ યથા તથા ? | (પ્રાણીએ રાગ દ્વેષને વશ થઈ અનર્થની પરંપરા પામી પિતાના જન્મને જેમ તેમ નિરર્થક–વ્યર્થ ગુમાવે છે.) રાગ દ્વેષને વશ થયેલા પ્રાણીઓ મેક્ષપદ પામવાને સમર્થ થતા નથી. તે મનુષ્ય! રાગદ્વેષને બલિષ્ઠ શત્રુ જાણી તમે તેના પર આદર રહિત થાઓ.” આ પ્રમાણેની ધર્મદેશના સાંભળીને ઘણા મનુષ્ય પ્રતિબોધ પામ્યા. તેમાં કેટલાકે દીક્ષા ગ્રહણ કરી અને કેટલાકે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તે વખતે અશનિષે કેવળીને પૂછયું કે હે પ્રભુ ! રાગદ્વેષ વિના પણ આ સુતારાનું હરણ કરીને હું મારે ઘેર કેમ લાવ્યા ? " કેવળી બોલ્યા કે—“આ અમિતતેજને જીવ પૂર્વભવમાં રતનપુર નામના નગરમાં શ્રીણુ નામે રાજા હતા. તે વખતે તું કપિલ નામનો બ્રાહ્મણ હતું. ત્યાં સત્યભામા નામની તારે પ્રિયા હતી. અનુક્રમે ભવભ્રમણ કરીને જે સત્યભામાં હતી તે આ સુતારા થઈ છે અને જે કપિલ હતું તે ભવમણ કરી તપસ્વીના કુળમાં જન્મ પામી અજ્ઞાનતપ કરીને હે અશનિષ! તું થયે છે. હે રાજા ! પૂર્વભવના સંબંધથી તે રાગ વિના પણ આનું હરણ કર્યું છે. પૂર્વ ભવમાં આ તારા ઉપર રાગ રહિત હતી, તેથી તારે એના પર મંદ રાગ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust