________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. કરવો જોઈએ. તે ધર્મનું જે મનથી પણ આંતરૂં કર્યું હોય તે સુખ પણ આંતરાવાળુંજ પ્રાપ્ત થાય છે. જેમ ધનદ નામને શ્રેષ્ઠીપુત્ર કે જેનું બીજું નામ મત્સ્યોદર હતું તેને આંતરાવાળો ધર્મ કરવાથી આંતરાવાળું સુખ પ્રાપ્ત થયું હતું. તે સાંભળી અમિતતેજ રાજાએ ભક્તિથી હાથ જોડી મુનિને કહ્યું કે “હે પૂજ્ય ! તે મસ્યાદર કેણ હતો ? અને તે કયા કર્મથી આંતરાવાળું સુખ પામ્યા ? તેની કથા કહો.” ત્યારે મુનિ બોલ્યા કે—' મસ્યદરની કથા. આજ ભરતક્ષેત્રમાં ઋદ્ધિવડે અમરાવતી જેવું કનકપુર નામનું નગર છે. તે નગરમાં નય, વિનય વિગેરે ગુણેએ કરીને શેભતે કનકરથ નામને રાજા હતા. તેને કનકશ્રી નામની પટરાણું હતી. તે નગરમાં ઔદાર્ય વિગેરે ગુણના આધાર રૂ૫, ધર્મિષ્ઠ પુરૂષમાં અગ્રેસર અને રાજાની પાસે માન પામેલો રત્નસાર નામને શ્રેઝી રહેતું હતું. તેને નિર્મળ શાળવાળી, લજજાળુ અને પ્રિય વચન બેલનારી રત્નચૂલા નામની ભાર્યા હતી. તેમને સારા ચરિત્રવાળો અને કળાઓમાં કુશળ ધનદ નામે પુત્ર થયે હતો. ' તે નગરમાં સિંહલ નામનો એક વૃતકાર રહેતો હતો. તે હમેશાં પુરદેવીના મંદિરમાં કોડીઓથી જુગાર રમતા હતા. એકદા તે મંદ ભાગ્યને લીધે કાંઈ પણ જીત્યું નહીં. તેથી તે દુષ્ટ ક્રોધ પામી દેવીને કહ્યું કે–“તારા મંદિરમાં હમેશાં રહું છું અને તારી સેવા કરું છું, તે પણ હે દુર દેવી! તું મને દ્રવ્ય કેમ આપતી નથી? આજે પ્રગટ થઈને મને કાંઇક દ્રવ્ય આપ; જે નહીં આપે તો જરૂર હું કાંઈક અનર્થ કરીશ.” દેવી બોલી–“રે દુરાત્મા ! શું તારા બાપે કે તેં મને દ્રવ્ય આપી રાખ્યું છે કે જેથી એકદમ માગે છે?” તે સાંભળી તે ઘતકાર એક મેટો પથ્થર ઉપાડીને બોલ્યો કે—“ કઈ પણ ઠેકાણેથી લાવીને મને ધન આપ, નહીં તે તારી મૂર્તિને ભાંગી નાંખીશ.” તે સાંભળી દેવીએ વિચાર્યું કે -" આ 1 જુગારી. P.P. Ac. Gumratnasuri M.S. Jun Gun Aaradhak Trust.