SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પંક પ્રસ્તાવ. . 3839 શ્વરને પ્રભાવ વિશ્વને વિસ્મયકારક હોય છે. આવા જિનેશ્વરનું વર્ણન અમારી જેવા અ૯૫ બુદ્ધિવાળા કેટલુંક કરી શકે ? પલ્યોપમનું આયુષ્ય હોય અને જેને હજાર જિહા હાય, તે કદાચ જિનેશ્વરના ગુણે વર્ણવી શકે. કહ્યું છે કે, આ - “વિનાનાતિ ગિનેન્દ્રા, શો નિઃશેષmay त एव हि विजानन्ति, दिव्यज्ञानेन तं पुनः // 1 // असितगिरिसमं स्यात्कजलं सिंधुपात्रे, सुरतरुवरशाखा लेखिनी पत्रगुवी / लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं, ત િતવ ગુનામીણ પાર ન થાત 2 !" . જિનેશ્વરના સમગ્ર ગુણસમૂહને કણ જાણે છે માત્ર તે જિનેશ્વરોજ દિવ્ય જ્ઞાન કરીને તે પોતાના ગુણસમૂહને જાણે છે. અંજન ગિરિજેટલી મેષ સમુદ્રરૂપી ખડીયામાં નાંખી કલ્પવૃક્ષની શાખાની કલમ કરી પૃથ્વીરૂપી કાગળ ઉપર સરસ્વતી દેવી પિતે નિરંતર લખ્યા કરે, તે પણ હે ઈશ! તમારા બધા ગુણો તે લખી શકે નહીં. અર્થાત્ તમારા ગુણોને પાર પામી શકે નહીં.” આવી રીતે ભગવાન શ્રીશાન્તિનાથ જિનેશ્વર સમસ્ત ભવ્ય જતુઓના ઉપકારને માટે પૃથ્વી પર વિહાર કરતા હતા. ચક્ર યુધ ગણધર પતે જાણતા છતાં પણ ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા માટે ભગવાનની પાસે અનેક પ્રકારના પ્રશ્નો કરતા હતા અને તે સર્વના યોચિત ઉત્તર સ્વામી આપતા હતા. આ પ્રમાણે પૃથ્વી પર વિહાર કરતા શ્રી શાંતિનાથ ભગવાને બાસઠ હજાર મુનિઓને દીક્ષા આપી, એકસઠ હજાર ને છ સે શીળવડે શેજિત સાધ્વીઓ કરી, શ્રી સમ્યકત્વ સહિત શ્રાવકધર્મને ધારણ કરનાર, જીવાજીવાદિ તત્તવોને જાણનાર, રાક્ષસ યક્ષ અને દેવાદિકવડે પણ ધર્મથી ક્ષોભ નહીં પામનાર, અસ્થિ તથા મજા પર્યત જિનધર્મથી વાસિત થયેલા, જિનવચનને જ તવરૂપ માનનારા, ચાર પમાં પિષધ વ્રતને ગ્રહણ કરનારા અને હમેશાં નિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy