________________ : શ્રી શાંતિનાથ ચરિત્ર. - ' આ પ્રમાણે પ્રથમ ગણધરે શ્રી સંઘની પાસે ધર્મદેશના આપ્યા પછી પોતે રચેલી દ્વાદશાંગી પ્રગટ કરી; તથા શ્રુતજ્ઞાનને ધારણ કરનાર તે ગણધરે દશ પ્રકારની સાધુ સમાચારી પણ કહી બતાવી અને સાધુનું સર્વ કૃત્ય પ્રકાશ કર્યું. ત્યારપછી શ્રી શાંતિનાથ ભગવંતે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. સૂર્યની જેમ સ્વામી નિરંતર ભવ્ય જરૂપી કમળના વનને વિકસ્વર કરવા લાગ્યા. કેટલાક જનોએ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી, કેટલાકે શુભ વાસનાથી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, કેટલાક જીવે સમતિ પામ્યા, અને કેટલાક જી ભગવાનની દેશના સાંભળી ભદ્રિક ભાવી થયા. માત્ર અભવ્ય બાકી રહ્યા. કહ્યું છે કે - " सर्वस्यापि तमो नष्ट-मुदिते जिनभास्करे ! कौशिकानामिवान्धत्व-मभव्यानामभूच तत् // 1 // वहिनाऽपि न सिध्यन्ति, यथा कंकटुकाः कणाः / तथा सिद्धिरभव्यानां, जिनेनापि न जायते // 2 // यथोषरक्षितौ धान्यं, न स्यादृष्टेऽपि नीरद / बोधो न स्यादभव्यानां, जिनदेशनया तथा // 3 // ' “જિનેશ્વરરૂપી સૂર્યને ઉદય થતાં સર્વના અજ્ઞાનરૂપી અંધકારને નાશ થયે, પરંતુ ઘુવડની જેમ અભવ્યને તો અંધપશું જ રહ્યું. જેમ કાંગડુ દાણા અગ્નિથી પણ પાકતા નથી, તેમ જિનેશ્વરથી પણ અભની સિદ્ધિ થતી નથી. જેમ વૃષ્ટિ થયા છતાં ઉપર પૃથ્વીમાં વાવેલું ધાન્ય ઉગતું નથી, તેમ જિનેશ્વરની દેશનાથી પણ અભને બેધ થતું નથી.” જે જે દેશમાં શ્રી શાંતિનાથ પ્રભુ વિહાર કરતા હતા, ત્યાં ત્યાં લેકેના સર્વ ઉપદ્રની શાંતિ થતી હતી. તથા પ્રભુના વિહારવાળી પૃથ્વી પર સે જન સુધીમાં લોકોને ઉદ્વેગ કરનાર દુષ્કાળ કે મરકી વિગેરે કાંઈ પણ થતું નહોતું. તથા પચીશ એજન સુધીમાં સર્વ જાતિના વૃક્ષો પુ અને ફળોથી ભરપૂર થતા હતા. પૃથ્વી પર સુખેથી નિર્ભય રીતે લોકો વિચરતા હતા. “શ્રી જિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust