________________ 372 એ શાંતિનાથ ચરિત્ર. છીએ? તારે જે કાંઈ ન્યૂ ન હોય તે હું પ્રાણથી પણ વલ્લભ એવા તને પૂરું પાડું.”તે સાંભળી કાંઈક હસીને રતનચડે પિતાને કહ્યું કે“હે પિતા! તમારી આજ્ઞાથી હું દ્રવ્ય ઉપાર્જન કરવા માટે દેશતરમાં જવા ઈચ્છું છું; માટે મને રજા આપો.” તે સાંભળી રહ્નાકર શ્રેષ્ઠી બેલ્યો કે-“હે વત્સ! આપણા ઘરમાં પ્રથમથી જ ઘણું ધન છે. તે ધનવડે તું તારા મનોરથ પૂર્ણ કર. વળી સાંભળદેશાંતર' અતિ વિષમ હોય છે. તેમાં કઠિન મનુએ જઈ શકે છે. તારું શરીર કેમળ હોવાથી તું શી રીતે જઈ શકીશ? વળી જે પુરૂષ ઇદ્રિને વશ રાખી શકે છે, સ્ત્રીઓથી જે લેભાતે નથી, તથા જે જૂદા જૂદા મનુષ્ય સાથે વાત કરી જાણે છે, તે પુરૂષ દેશાંતરમાં જઈ શકે છે. તો હે વત્સ ! તું દેશાંતરમાં જઈને શું કરીશ ? આ મેં લક્ષ્મી ઉપાર્જન કરેલી છે, તે સર્વ તારીજ છે.” આ પ્રમાણે કાા છતાં તેણે પોતાનો આગ્રહ છોડ્યો નહીં, ત્યારે પિતાએ તેને જવાની રજા આપી. નિશ્ચય કર્યો હોય તે શું કાર્ય ન થઈ શકે ? " . ત્યારપછી રતચડ પિતાને ખાતે પિતાના લાખ રૂપીઆ લઈ તે રૂપીઆવડે દેશાંતરને લાયક કરિયાણું ખરીદ કરી કોઈનું વહાણ ભાડે લઈ તે કરિયાણું તેમાં નાંખી વહાણમાં બેસવા માટે જવા તૈયાર થયે. તે વખતે શ્રેષ્ઠીએ તેને શીખામણ આપી કે-“હે વત્સ ! તારે અનીતિપુર નામના નગરમાં ભૂલેચૂકે જવું નહીં. કેમકે તે નગરમાં અન્યાય નામનો રાજા છે, અવિચાર નામને મંત્રી છે, સર્વગ્રાહ્ય નામનો આરક્ષક છે, અશાંતિ નામને પુરહિત છે, ગૃહીતભક્ષક નામને શ્રેષ્ઠી છે, તેને મૂળનાશ નામને પુત્ર છે, રણુઘંટા નામની તે નગરમાં ગણિકા છે, યમઘંટા નામની કુટ્ટિની છે, તથા તે નગરમાં જુગારી, ચેર અને પારદારિક લેકેજ ઘણું વસે છે. તે નગરમાં લોકે નિરંતર ઉંચા મકાનમાં રહે છે. ત્યાં કોઈ અજાણ્યા માણસ વેપાર કરવા જાય તો વંચન કરવામાં નિપુણ એવા ત્યાંના લોકે તેનું સર્વસ્વ લઈ લે છે. આ કારણને લીધે તારે તે અનીતિપુરને ત્યાગ કરી બીજે ગમે તે સ્થાને જઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust