________________ ન જ પ્રસ્તાવ. 4 373 ' જ ! વેપાર કરવો. આ મારી શિક્ષા તારે ભૂલવી નહીં. " આ પ્રમાણે પિતાની શિક્ષા અંગીકાર કરી માંગલિક ઉપચાર કરી શુભ સમયે તે શ્રેષ્ઠીપુત્ર ઘેરથી નીકળે. સ્વજનો તેને વળાવવા પાછળ ચાલ્યા અને શુભ શકુન થવાથી ઉત્સાહ પામતે તે સમુદ્રને કિનારે આવ્યું. કહ્યું છે કે— " गोकन्याशंखवाद्यं दधिफलकुसुमं पावकं दीप्यमानं, यानं वा विप्रयुग्मं हयगजवृषभं पूर्णकुंभं ध्वजं वा / उद्खाता चैव भूमिर्जलचरयुगलं सिद्धमन्नं शवं वा, वेश्या स्त्री भांसपिंडं प्रियहितवचनं मंगलं प्रस्थितानाम् // 1 // " “ગાય, કન્યા, શંખ, વાદ્ય, દહીં, ફળ, પુષ્પ, દેદીપ્યમાન અગ્નિ, વાહન, બ્રાહ્મણનું યુગલ, હાથી, અશ્વ, વૃષભ, પૂર્ણકુંભ, વજ, ખોદેલી પૃથ્વી (માટી), જળચરનું યુગલ, રાંધેલું અનાજ, શબ, વસ્થા, સ્ત્રી, માંસનો પિંડ, તથા પ્રિય અને હિતકારક વચન-આ રા પ્રયાણ કરનારાઓને મંગળસૂચક છે. ", ' . . . | ત્યારપછી તે રાડ વહાણ ઉપર ચડ્યો. સર્વે સ્વજનો વળાવીને પાછા ફર્યા. પછી સઢ ચડાવી નાવિકોએ વહાણ ચલાવ્યું. કૃપથંભ પર બેઠેલો પુરૂષ માર્ગનું ધ્યાન રાખી નાવિકોને સૂચના કર્યા કરતું હતું, તે પ્રમાણે તેઓ વાંછિત દ્વીપ તરફ નિરંતર પહાણ ચલાવતા હતા. પરંતુ ધારેલ સ્થળે ન જતાં ભવિતવ્યતાને યોગે જ્યાં અનીતિપુર નગર હતું તેજ દ્વાપે તે વહાણ જઈ ચડયું. તે વહાણને આવતું જોઈ તે પુરના લોકો હર્ષ પામ્યા અને ઉંચા પ્રદેશ પર ચડી તેનીજ સન્મુખ જેવા લાગ્યા. તે દ્વીપને જોઈ રડે તથા નાવિકોએ કોઈને પૂછયું કે–“આ દ્વીપ ક છે? અને આ કયું નગર છે?” તેણે જવાબ આપ્યો કે “આ ફટ નામને દ્વીપ કહેવાય છે, અને આ નગરનું નામ અનીતિપુર છે.” તે સાંભળી શ્રેષ્ઠીપુત્ર વિચાર કર્યો કે “જે પુરમાં જવાને " પિતાએ નિષેધ કર્યો હતો, તેજ પુર દેવયોગથી પ્રાપ્ત થયું, એ સારું ન થયું. પરંતુ હવે શું કરવું ? શુકનો તે સારા થયા છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust