________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. મોકલી તેની વિશેષ ભક્તિ કરી. સર્વને આદર સહિત ભાજન કરાવી વસ્ત્રો આપ્યાં, અને મંગળકળશને તેણુએ પોતાના શરીરનાં જ બે સુંદર વસ્ત્રો આપ્યાં. પછી તેણુએ કળાચાર્યને કહ્યું કે આ સર્વ વિદ્યાથીઓમાંથી જેને સારી કથા કહેતાં આવડતી હાય તે મારી પાસે એક કથા કહે,” ત્યારે સર્વ છાત્રોએ મંગળકળશની વિશેષ ભક્તિ થતી જોઈ ઈષ્ય કહ્યું કે –“આ સર્વેમાં મંગળકળશ જ વધારે પ્રવીણ છે તેથી તે કથા કહેશે.” આ પ્રમાણે સર્વ છાત્રોના કહેવાથી પંડિતે મંગળકળશને જ આજ્ઞા આપી. એટલે પંડિતના કહેવાથી તે આ પ્રમાણે બાલ્યા કે—“કલ્પિત કથાનક કહું કે અનુભવેલું કહું?” તે સાંભળી કુમારના વેશે રહેલી રાજપુત્રીએ કહ્યું કે—“ કપિત કથાથી સર્યું, અનુભવેલું જ કહે.” તેના શબ્દ સાંભળી મંગળકળશને વિચાર થયો કે–ચંપાપુરીમાં હું જેને ભાડે પર હતું, તે જ આ ત્રૈલોક્યસુંદરી જણાય છે. તે કઈ પણ કારણથી પુરૂષને વેષે અહીં આવેલી છે.” એમ વિચારી તે પિતાનું વૃત્તાંત કહેવા લાગ્યું. શરૂઆતનું, મધ્યનું એને છેવટનું પોતાનું ચરિત્ર તેણે સુબુદ્ધિ મંત્રીએ પોતાના ઘરમાંથી કાઢી મૂકો ત્યાંસુધીનું કહી સંભળાવ્યું. તે સાંભળી રાજકન્યાએ કત્રિમ કોપ કરી કહ્યું કે–“અરે આવું જુઠું બેલ નારને પકડી લ્યો.” તે સાંભળી તેના સેવકો તેને પકડવા લાગ્યા. એટલે તેણીએ જ તેમને અટકાવ્યા. અને મંગળકળશને ઘરની અંદર લઈ ગઈ. ત્યાં તેને આસન પર બેસાડી રાજપુત્રીએ સિહ સામંતને કહ્યું કે “જેની સાથે પરણું છું, તે જ આ મારા સ્વામી છે, માટે હવે શું કરવું યોગ્ય છે? તેને વિચાર કરો.” ત્યારે તે બોલ્યા–“જે આ તમારા ભર્તાર હોય તે તેને તમારે અંગીકાર કર.” રાજપુત્રી ફરીથી બોલી–“હે સામંત ! ને તમારા મનમાં હજુ સંશય હોય તો આને ઘેર જઈ મારા પિતાએ આપેલી થાળાદિક વસ્તુઓ જોઈને ખાત્રી કરે.” આ પ્રમાણે તેણીએ સ્પષ્ટ રીતે કહ્યું, ત્યારે સિંહ સામંત તેને ઘેર ગયે અને ખાત્રી કરી, મંગળકળશના પિતાને બેલાવી, તેને સર્વ હકીકત કહી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust