________________ . પ્રથમ પ્રસ્તાવ. : * ર૧ પછી રાજપુત્રી પાસે આવ્યો. સિંહસામંતની સલાહથી તે સ્ત્રીવેષ ધારણ કરી મંગળકળશને ઘેર ગઈ અને તેની સ્ત્રી થઈને રહી. ઉજયિનીના રાજાએ તે વાત જાણી એટલે શ્રેષ્ઠીને બોલાવી, તે વૃત્તાંત સાંભળી મનમાં આશ્ચર્ય પામ્યું. પછી રાજાની આજ્ઞાથી તે જ મકાનમાં મંગળકળશ ભાર્યા સહિત વિલાસ કરવા લાગ્યો. પછી ગ્રેજ્યસુંદરીએ સિંહસામંતને સૈન્ય સહિત ચંપાપુરી પાડે . અને તેની સાથે પુરૂષનો વેષ પણ મોકલાવી દીધો. સિંહ સામતે ચંપાપુરી આવીને સર્વ વૃત્તાંત રાજાને કહ્યો, તે સાંભળી રાજા હર્ષ પામી બોલ્યો કે –“અહો મારી પુત્રીની કળાકુશળતા જુઓ! અને મંત્રીની પાપબુદ્ધિ જુઓ! કે જેણે મારી નિદૉષ પુત્રીને પણ દૂષિત કરી.” પછી રાજાએ સિંહસામંતને ફરીથી ઉજ્જયિની મોકલી જમાઈ સહિત પિતાની પુત્રીને તેડાવી અને તેમને સારી રીતે સત્કાર કર્યો. પછી રાજાએ પેલા દુષ્ટ મંત્રીને વિડંબના પમાડીને તેનું સર્વસ્વ લુંટી લીધું. તેમજ તેને વધસ્થાને લઈ જવાને હુકમ કર્યો. કેટવાળે તેને ગધેડા ઉપર બેસાડી ગામના સર્વે નાના મોટા સર્વ ભાગમાં ફેરવે અને વધસ્થાને લઈ ગયા. તે વખતે મંગળકળશે રાજાની અત્યંત પ્રાર્થના કરીને તેને મૂકાવ્ય. છોડતી વખતે રાજાએ તેને રૂબરૂમાં કહ્યું કે–હે પાપીઝ! તને હું મારા જમાઈના આગ્રહથી મૂકી દઉં છું, પરંતુ તું હવે મારા રાજ્યમાંથી ચાલ્યો જા.” મંત્રી પણ રાજાના હુકમથી તેને દેશ છોડી ગયે. ત્યારપછી રાજાએ પુત્ર ન હોવાથી તે મંગળકળશને પુત્રને સ્થાને સ્થાપન કર્યો. અને તેના માતપિતાને પણ ત્યાં જ તેડાવી લીધા. એકદા રાજાએ મંત્રી અને સામંત વિગેરેની અનુમતિ લઈને મોટા ઉત્સવપૂર્વક તેને પોતાના રાજ્ય ઉપર સ્થાપન કર્યો અને તે સુરસુંદર રાજાએ યશભદ્ર નામના સૂરિની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. સુરસુંદર રાજાએ દીક્ષા લીધા પછી તેના રાજ્ય ઉપર કઈ વણિક જાતિને પુરૂષ આવેલો છે, એમ સાંભળી ઈર્ષ્યાને લીધે સીમાડાના રાજાએ તેનું રાજ્ય લઈ લેવાની બુદ્ધિથી સેન્ચ સહિત આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust