________________ પ્રથમ પ્રસ્તાવ. 18 પૂર્વક તેની આગતાસ્વાગત કરી નગરીમાં પ્રવેશ કરાવી પોતાના મહેલમાં લઈ ગયા. પછી રાજાએ તેને આવવાનું કારણ પૂછયું ત્યારે તેણીએ કહ્યું કે –“પૃથ્વીમાં પ્રસિદ્ધ અને આશ્ચર્યોથી પૂર્ણ ભરેલી આપની નગરીને કેતુકથી જેવા માટે હું અહીં આવેલ છું.” રાજાએ કહ્યું—“હે રાજપુત્ર ! તમારે મારે ઘેર જ કહેવું. સુરસુંદર રાજામાં અને મારામાં કાંઈપણ અંતર જાણવું નહીં. " તે સાંભળી તે રાજપુત્રી સૈન્ય અને વાહન સહિત રાજાએ આપેલા મહેલમાં સુખેથી રહી. ત્યાં રહેલી તેણીએ પોતાના સેવકોને સ્વાદિષ્ટ જળાશયની શોધ કરવા હુકમ કર્યો, ત્યારે તેઓએ જોઈને તેણીને કહ્યું કે - “સ્વાદિષ્ટ જળાશય ગામની પૂર્વ દિશામાં છે. ત્યારપછી તે સુંદરી રાજાની રજા લઈ તે દિશાના માર્ગમાં એક મકાન લઈને રહી. એક દિવસ તે પિતાના મકાનની બારીમાં બેઠી હતી, તેવામાં ત્યાં પાણી પીવાને જતા અને જે તેણુએ મનમાં વિચાર્યું કે“ખરેખર આ અવે મારા પિતાના જ છે.” એમ વિચારી તેણીએ તે અવની પાછળ પાછળ પિતાના સેવક મેકલ્યા, અને તેઓને કહ્યું કે “આ અવે જ્યાં જઈને ઉભા રહે, ત્યાં સુધી તમારે જઈને તેનું ઘર, નામ, ઠામ વિગેરે સર્વ જાણુને પાછું આવવું.” સેવકોએ તે પ્રમાણે કર્યું અને સ્થાન, નામ વિગેરે સર્વ જાણુને સુંદરીને કહ્યું. પછી મંગળકળશને કળાભ્યાસ કરતે જાણી રૈલોક્યસુંદરીએ સિંહસામંતને કહ્યું કે કોઈ પણ ઉપાયે કરીને આપણે આપણા અને પાછા ગ્રહણ કરીએ તે ઠીક.” સિંહ –“તેના માલેકની લેખશાળા (નિશાળ) અહીં પાસે જ છે, તેના અધ્યાપકને વિદ્યાથીઓ સહિત ભેજનને માટે નિમંત્રણ કરીએ. પછી શું કરવું તે સમજાશે.” સુંદરીએ તેમ કરવાની હા કહી. એટલે ભેજનને લગતી સર્વ સામગ્રી તૈયાર કરી તેણે ઉપાધ્યાયને આમંત્રણ આપ્યું. સમય થયે ત્યારે અધ્યાપક સર્વ વિદ્યાથીઓ સહિત જમવા આવ્યો. તેમની મધ્યમાં પોતાના પતિને જોઈને ઐક્યસુંદરી મનમાં આનંદ પામી. પિછી હર્ષને લીધે તેણીએ પોતાનું આસન અને થાળ વિગેરે મંગળકળશ માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust