________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. તે દૂર રહ્યું, પરંતુ તેનું વચન સાંભળવા જેટલું તો પ્રસાદ તેના પર કરવો જોઈએ.” તે સાંભળી રાજાનાં નેત્ર અશ્રુથી ભરાઈ ગયાં, અને તે સિંહ સામંતને કહેવા લાગ્યો કે -" સામંત ! આ મારી પુત્રીએ પૂર્વ ભવમાં કોઈને ખોટું આળ આપવાનું દુષ્કૃત્ય કર્યું હશે, તેના પ્રભાવથી આ ભવમાં તે કલંકવાળી થઈ છે અને આપણને પણ ઇષ્ટ છતાં અનિષ્ટ થઈ છે. પરંતુ તે કાંઈ કહેવા ઈચ્છતી હેાય તે ભલે મારી પાસે આવીને કહે આ પ્રમાણે રાજાની આજ્ઞા મળવાથી સામતે ઐક્યસુંદરીને કહ્યું કે–“હે પુત્રી ! પિતાજી પાસે આવી તારે જે કહેવું હોય તે કહે.” ત્યારે રૈલોક્યસુંદરી રાજાની પાસે આવીને બેલી કે–“હે પિતાજી! મને કુમારને મેગ્ય વેષ આપો.” તે સાંભળી રાજાએ સિંહને કહ્યું- “હે સામંત ! આ બિચારી સંબંધ વિનાનું શું બોલે છે?” સામંત બેલ્યો–“હે રાજા ! આણે યોગ્ય કહ્યું છે. પહેલાં પણ આવો કમ હતું. કારણ કે રાજપુત્રી મોટા કાર્યને લીધે પુરૂષવેષ ધારણ કરી શકે છે. આ બાબતમાં કાંઈ પણ અયુક્ત નથી. તેમાં તમે સંશય ન કરે, ખુશીથી પુરૂષષ આપે.” આ પ્રમાણે સાંભળી સિંહસામંતનું વચન યુક્તિયુક્ત માની રાજાએ તેને પુરૂષવેષ આપે, અને તેની રક્ષાને માટે તેની સાથે સૈન્ય સહિત જવા રાજાએ સિંહસામંતને જ હુકમ કર્યો. પછી મૈલોક્યસુંદરીએ કહ્યું કે–“જે આપની આજ્ઞા હોય તો કેાઈ મેટા કારણને લીધે હું ઉયિની જવા ઈચ્છું છું. તેનું કારણ મારૂં મનવાંછિત થયા પછી આપને નિવેદન કરીશ.” રાજાએ કહ્યું કે–“હે પુત્રી ! ખુશીથી જા, પણ પોતાના વંશને દૂષણ ન લાગે તે પ્રમાણે કરજે.” એમ કહીને રાજાએ તેણુને રજા આપી. ત્યારપછી પુરૂષના વેષને ધારણ કરનારી સુંદરી પિતાની આજ્ઞા લઇ સંહસામંતના મોટા સૈન્ય સહિત અખંડ પ્રમાણે વડે ઉજ્જયિની નગરીએ પહોંચી તે વખતે તે નગરીના રાજા વૈરિસિહે લેકોના મુખથી સાંભળ્યું કે-૮ ચંપાપુરીને રાજપુત્ર અહીં આવે છે.” એટલે તે બન્ને રાજાઓને પરસ્પર પ્રીતિ હોવાથી વેરસિંહરાજા તે પુરૂષવેષને ધારણ કરનારી સુંદરીની સન્મુખ ગયે. અને તેને સન્માન આપવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust