________________ 23. ત્રા આંતિનાથ ચરિત્ર. એજ વિનાશ પામે છે. પથિક ! આ હકીકત સાંભળીને જે તને ભય લાગતો હોય તે તું અહીંથી બીજે સ્થાને ચાયે જા.” આ પ્રમાણેની હકીકત સાંભળીને વત્સરાજ દત્ત શ્રેષ્ઠીની પાસે ગયે. તેને જોઈ દત્ત શ્રેષ્ઠીએ તેને આસન અપાવી તેના પર બેસાડી તાંબલ આપી આદરપૂર્વક પૂછયું કે–“હે વત્સ ! તું ક્યાંથી આવે છે ?" તે બે -" હું ઉજ્જયિની નગરીથી કોઈ કારણને લીધે અહીં આવ્યો છું.” આ પ્રમાણે તે કુમાર તે શેઠની સાથે વાતચીત કરતો હતો, તેટલામાં શ્રેષ્ઠ અલંકારેથી શોભતો એક પુરૂષ ત્યાં આવ્યું. પરંતુ તેનું મુખ કાંતિરહિત દેખાતું હતું. તે જોઈ વત્સરાજે શ્રેષ્ઠીને પૂછયું કે –“હે તાત ! આ પુરૂષનું મુખ કાંતિ રહિત કેમ દેખાય છે !" તે સાંભળી શ્રેષ્ઠીએ લાંબો નિશ્વાસ મૂકી કહ્યું કે–“હે સુંદર ! અત્યંત ગુપ્ત રાખવા લાયક છતાં આ વૃત્તાંત હું તને કહું છું. મારે એક પુત્રી છે. તેની પાસે રાત્રિએ જે પુરૂષ યામિકપણે રહે છે તે અવશ્ય ઉગ્ર દોષે કરીને હણાય છે. આજે તેના યામિકપણામાં આનો વારો આવે છે, તેથી તે કાંતિ રહિત દેખાય છે. કારણ કે મરણ જેવું બીજું કોઈ મેટું ભય નથી.” તે સાંભળી વત્સરાજ બોલ્યો કે–“હે શ્રેષ્ઠી ! આ પુરૂષ આજે સુખેથી રહો, આજે રાત્રિએ તમારી પુત્રીને યામિક હું થઈશ.” તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું—“હે વત્સ ! તું આજેજ મારે ઘેર પ્રાણા તરીકે આવેલ છે. હજુ તેં મારે ઘેર ભેજન સરખું પણ કર્યું નથી, તો ફગટ મરણને કેમ અંગીકાર કરે છે?” આ પ્રમાણે શ્રેણીનું વચન સાંભળી વત્સરાજે કહ્યું –“હે તાત ! હું પરોપકાર કરવામાં રસિક છું, તેથી મારે આ કાર્ય કરવું છે. કારણ કે મનુષ્ય જન્મનો સાર પરેપકારજ છે. સાસ્ત્રમાં પણ કહ્યું છે કે धन्यास्ते पशवो नून-मुपकुर्वन्ति ये त्वचा / परोपकारहीनस्य, धिग्मनुष्यस्य जीवितम् // 1 // क्षेत्रं रक्षति चञ्चा, गेहं लोलापटी कणान् रक्षा / दन्तात्ततृणं प्राणान्, नरेण किं निरुपकारेण // 2 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust