________________ પંચમ પ્રસ્તાવ. 229 અટવીમાં ગયે. ત્યાં ઉંચા કિલ્લાવાળું અને નિર્જન એવું એક નાનું ગામ જોઈ-વત્સરાજે વિચાર્યું કે -" શું આ ભૂતોનું નગર છે ? કે યક્ષ રાક્ષસનું પુર છે? અથવા આ વિચાર શા માટે કરો જોઈએ ? અંદર જઈને જ જોઉં.” એમ વિચારી તેણે જેટલામાં તે ગ્રામમાં પ્રવેશ કર્યો તેટલામાં તેની અંદર તેણે એક મોટું શ્રેષ્ઠ મંદિર જોયું, અને તેની પાસે બીજાં નાનાં ઘરે જોયાં. અનુક્રમે આગળ જતાં ઘણા માણસો વચ્ચે બેઠેલા એક ઉત્તમ પુરૂષને દૂરથી દીઠો. તે જોઈ તેના સેવક જેવા જણાતા એક પુરૂષને તેણે પૂછ્યું કે “હે ભદ્ર! આ ક્યું નગર છે? અને આ રાજા કેણ છે ?" તે બોલ્યો કે આ નગર નથી, તેમજ આ રાજા પણ નથી. પરંતુ જે છે તે હું કહું છું. સાંભળે આ સ્થાનથી થોડે દૂર એક ભૂતિલક નામનું નગર છે, તેમાં વૈરીસિંહ નામે રાજા રાજ્ય કરે છે. તે નગરમાં દત્ત નામે એક શ્રેષ્ઠી વસે છે. તેને શ્રીદેવી નામની જાય છે, અને તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી રૂપ અને લાવણ્ય કરીને યુક્ત શ્રીદતા નામની પુત્રી છે. તે પુત્રી યુવાવસ્થાને પામેલી છે, પરંતુ તેનું શરીર ભૂતાદિક દેષથી ગ્રસ્ત થયેલું છે, તેથી જે પુરૂષ યામિક થઈને તેની પાસે રાત્રીએ રહે છે તે મરણ પામે છે, અને જે કંઈ પણ યામિક તેણીની પાસે રહેતા નથી તે નગરવાસી સાત પુરૂષો મરણ પામે છે. એ પ્રમાણે હોવાથી એકદા રાજાએ શ્રેષ્ઠીને બોલાવીને કહ્યું કે હે શ્રેષ્ઠી ! તમે આ નગર છોડીને મારી આજ્ઞાથી અટવીમાં જાઓ, કે જેથી તમારી પુત્રીના દોષથી લોકોનો વિનાશ ન થાય.” શ્રેષ્ઠી રાજાની એવી આજ્ઞા થવાથી પોતાના પરિવાર સહિત અહીં આવીને ચાર વિગેરેથી રક્ષા થવા માટે કિલ્લા સહિત મહેલ કરીને અહીં રહેલા છે તેઓ શ્રેષ્ઠી છે. તે શ્રેષ્ઠીએ ઘણું ઘણું ધન આપીને આ યામિક કર્યા છે. તેઓ આ મહેલની ફરતા બનાવેલા નાનાં ઘરોમાં રહે છે. તે ચામિકોનાં નામે લખીને ગોળાએ કરેલા છે. જે દિવસે જેના નામને ગોળ નીકળે છે તે રાત્રીએ તે યામિક શ્રેજી પુત્રીની પાસે રહે છે, અને જે તેણીની પાસે રહે છે, તે રાત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust