________________ પંચમ પ્રસ્તાવ.' 231 જેઓ પોતાના ચર્મ વડે કરીને પણ પરને ઉપકાર કરે છે, તેવા પશુઓને પણ ધન્ય છે, પરંતુ પોપકાર નહીં કરનારા મનુષ્યના જીવિતને ધિક્કાર છે ! ચંચા પુરૂષ ખેતરનું રક્ષણ કરે છે, ધ્વજાનું ચપળ વસ્ત્ર ઘરનું રક્ષણ કરે છે, રાખ દાણાનું રક્ષણ કરે છે, અને દાંતમાં ગ્રહણ કરેલું તૃણ (શત્રુઓના) પ્રાણોનું રક્ષણ કરે છે, પરંતુ ઉપકાર નહીં કરનાર પુરૂષ શું કામનો છે ? જે તે ઉપકાર ન કરે તે તે કશા કામનો નથી.” ( આ પ્રમાણે કહી વત્સરાજ મહેલના ઉપરના ભાગમાં જ્યાં તે શ્રેણીની પુત્રી શ્રીદત્તા રહેલી હતી ત્યાં ગયો. તે વખતે તે કન્યા અલોકિક સ્વરૂપવાળા તે કુમારને જોઈ વિચાર કરવા લાગી કે–“ અહો! આનું કેવું સુંદર રૂપ છે? શરીરની કાંતિ કેવી મનહર છે? આના શરીરમાં એવું શું છે કે જે મનોહરતાવાળું નથી ? અરેરે ! મને દેવે સ્ત્રીરૂપે મરકી કેમ બનાવી? કે જેથી આવા મનુષ્યરત્નોને વિનાશ કરનારી હું થાઉં છું?” આ પ્રમાણે તે વિચાર કરતી હતી તેટલામાં વત્સરાજે તેની શય્યા પાસે બેસીને મધુર વચનો વડે તે કન્યાને એવી રંજીત કરી કે જેથી તે વિચારવા લાગી કે- હું કઈ પણ રીતે મારા આત્માને પણ હણીને આના જીવિતની રક્ષા કરૂં.” આ પ્રમાણે વિચારતી તે કન્યા નિદ્રાવશ થઈ ગઈ. ત્યારપછી સાહસિકજનોનો શિરોમણિ તે કુમાર ગવાક્ષને માગે નીચે ઉતરી પૃથ્વી પર પડેલું એક લાકડું ઉપાડી તેજ માગે પાછા ચડી પોતાની શય્યામાં તે કાષ્ઠને સ્થાપના કરી તેના ઉપર વસ્ત્ર ઓઢાડી હાથમાં ખડું ધારણ કરી ચોતરફ જેતે દીવાની છાયામાં ઉભો રહ્યો. તેટલામાં ગવાક્ષના વિવરમાં પ્રવેશ કરતું એક મુખ જોઈને તે કુમાર વિશેષ સાવધાન થયો. ત્યારપછી તે મુખે તે વાસગ્રહમાં ચોતરફ જોયું, અને પછી મનહર મુદ્રિકાઓ વડે જેની આંગળીઓ શણગારેલી હતી એવો એક હાથ તેમાં પેઠે. તે હાથમાં બે ઓષધિના વલા હતાં. તેમાંથી એક એષધિના 1 ચાડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust