________________ ૧૯ર શ્રી શાંતિનાથ ચરિત્ર. આપી કહ્યું કે –“હે વિપ્ર ! તમારૂં હું શું કામ કરું તે કહો.” ત્યારે તે બ્રાહ્મણે વાઘનું આપેલું આભૂષણ તેને દેખાડી કહ્યું કે –“હું ભદ્ર! આ આભૂષણ મને કોઈ યજમાને દક્ષિણમાં આપ્યું છે, અને હે મહાનુભાવ ! આનું મૂલ્ય કરવામાં તું જ કુશળ છે, તેથી આને તું રાખ, અને મને તેનું ગ્ય મૂલ્ય આપ.” આ પ્રમાણે કહી તે ભૂષણ તેની પાસે મૂકી તે બ્રાહ્મણ નદીમાં સ્નાન કરવા ગયો. આ અવસરે તે સનીએ ગામમાં આ પ્રમાણે આઘોષણા સાંભળી કે–આજે રાજપુત્રને હણને કેઈએ તેનું આભરણું ગ્રહણ કર્યું છે. તે કોઈના જાણ વામાં આવ્યું હોય તો તેણે રાજાની પાસે સત્ય હકીકત જાહેર કરવી; કારણ કે તે દ્રોહી રાજાને વધ કરવા લાયક છે.” આ પ્રમાણે સાંભળી તે સોનીને મનમાં શંકા થઈ કે –“આ આભરણ મેંજ ઘડયું છે, તો જરૂર આ બ્રાહ્મણેજ આભૂષણના લોભથી રાજપુત્રને માર્યો હશે અને તેનું જ આભૂષણ લઈને તે અહીં આવ્યો હશે. પરંતુ તે કાંઈ મારે ભાઈ નથી, તેમજ પિત્રાઈ પણ નથી, તો તેને માટે થઈને હું અનથમાં શા માટે પડું?” એમ વિચારી તેણે પડહનો સ્પર્શ કર્યો. પછી રાજાની પાસે જઈ રાજાને તે આભૂષણ આપી તેનું હરણ કરનાર એક બ્રાહ્મણ છે” એમ કહ્યું. રાજાએ પોતાના સુભટને મોકલી તે બ્રાહ્મ ણને ગાઢ બંધનથી બાંધી પોતાની પાસે મંગાવી વિદ્વાનને પૂછયું કે–“હે પંડિતે ! આ બાબતમાં મારે શું કરવું એગ્ય છે ?" ત્યારે તેઓ બેલ્યા કે “હે દેવ ! વેદ અને વેદાંગને ભણેલ હોય તથા જાતે બ્રાહ્મણ હોય પણ જે તેણે મહાહત્યાનું પાપ કર્યું હોય તે તે રાજાને વધ કરવા લાયક છે, તેમાં રાજાને પાપ લાગતું નથી. આ પ્રમાણેનું પંડિતેનું વચન સાંભળી રાજાએ તે પ્રમાણે સેવકોને હુકમ કર્યો, તેથી રાજસેવકે તે બ્રાહ્મણને ગધેડા ઉપર ચડાવી, તેના શરીર . ઉપર રક્તચંદનનો લેપ કરી તેને વધ્યભૂમિ તરફ લઈ ચાલ્યા. તે વખતે વધ્યસ્થાન તરફ લઈ જવાતા તે પુણ્યશાળી બ્રાહ્મણે વિચાર કર્યો કે -" અહો ! મારા પૂર્વ કર્મના દોષે કરીને મારી કેવી અવ સ્થા થઈ ? અહો ! તે દુષ્ટ સનીની કેવી કૃતઘતા છે? અને વાઘ તથા વાનરની કેવી કૃતજ્ઞતા છે?” આ પ્રમાણે વિચારી તે વાનરનું કહેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust