________________ ૧લા પંચમ પ્રસ્તાવ કુવામાંથી કેમ ન કાઢવે? પિતાની શક્તિ હોય તે સર્વની ઉપર ઉપકાર કરે, એજ મનુષ્ય જન્મનું ફળ છે.” એમ વિચારી તે વિપ્રે ફરીથી કુવામાં દોરડું નાંખી તે મનુષ્યને પણ બહાર કાઢ્યો. તેને જોઈ બ્રાહ્મણે પૂછયું કે –“હે ભદ્ર! તું જાતે કેશુ છે ? અને કયાં રહે છે?” તે બોલ્યા " હું મથુરા નગરીને રહીશ સેની છું. કઈ પણ કાર્યને માટે અહીં આવ્યું હતું, અને તૃષાતુર થવાથી આ કુવામાં પડ્યો હતો. કુવામાં ઉગેલા વૃક્ષની શાખા પકડીને હું રહ્યો હતું, ત્યારપછી વાનર, વાઘ અને સર્પ પણ તેમાં પડ્યા. પરંતુ સર્વે સમાન કઇવાળા હોવાથી તેઓએ પરપર વૈરનો ત્યાગ કર્યો હતો.. છે ઉપકારી! તમે અમને સને અજવાડ્યા છે, તે હે દ્વિજ! તમે એક વાર મથુરા નગરીમાં જરૂર આવજે.” એમ કહી તે પોતાને સ્થાને ગયે. પલા બ્રાહ્મણ પણ પૃથ્વીમંડળ પર ભ્રમણ કરી તીર્થયાત્રા કરતા કરતે કઈ વખત મથુરાનગરીએ ગયે. ત્યાં વનમાં રહેલા તે વાનરે તેને જોઈ પિતાના ઉપકારીને ઓળખી હર્ષ પામી મનહર ફળવડે તેનો સત્કાર કર્યો. તેટલામાં વાઘે પણ તેને જોઈ ઓળખીને વિચાર કર્યો કે “આ મહાપુ મને જીવિતદાન આપ્યું હતું, તેથી આનો કઈક પ્રત્યુપકાર કરૂં.” એમ વિચારી વાડીમાં જઈ અવિવેકી હોવાથી ત્યાં કીડા કરતા રાજકુમારને મારી તેનું બહુ મૂલ્યવાળું આભૂષણ લઈ તે જીવતદાન આપનારા બ્રાહણને આપ્યું, અને તેને પ્રણામ કર્યા. તે વખતે બ્રાહ્મણ પણ તેને “દીર્ધાયુષ્ય થા” એમ આશીર્વાદ આપી મથુરા નગરીમાં જઈ સોનીના ઘરને પૂછતો પૂછતા તેને ઘેર ગયે. તે વખતે તેને દૂરથી આવતે જોઇ તે સોનીએ તેના પર કાંઈક દષ્ટિ નાંખી, અને પછી તરતજ નીચી દષ્ટિ રાખી પોતાનું કામ કરવા લાગ્યું. બ્રાહ્મણે તેની પાસે જઈ કહ્યું કે–“હે સની! શું તું મને ઓળખતા નથી?” તે બે કે –“હું તમને બરાબર ઓળખાતો નથી.” તે સાંભળી બ્રાહ્મણે કહ્યું કે –“અહો ! જેણે તને અટવી મધ્યે કુવામાંથી બહાર કાઢ્યો હતો તે હું બ્રાહ્મણ તારે ઘેર અતિથિ તરીકે આવ્યો છું.” તે સાંભળી સોનીએ બેઠા બેઠાજ તેને કાંઈક નમ્ર થઈ નમસ્કાર કર્યો, તથા બેસવા માટે આસન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust