________________ - શ્રી શાંતિનાથ ચરિત્ર રહેલા કેઈ વૃક્ષ પર ચડી ગયે. તે વૃક્ષ ઉપર પણ પહેલું સુખ કરીને બેઠેલી અને કુર સ્વભાવવાળી એક વાનરીને જોઈ તે નિષાદ ફરીથી ભયબ્રાંત થયો. તે વખતે વાઘથી ત્રાસ પામીને આવેલા તેને જાણ વાનરીએ પિતાનું મુખ પ્રસન્નતાવાળું કર્યું. તે જોઈ વિશ્વાસ પામેલે તે નિષાદ તેની પાસે બેઠા. તે વાનરી તેને ભાઈ સમાન ગણી તેના મસ્તકના કેશ જેવા લાગી. તેના ઉસંગમાં માથું મૂકી નિષાદ સુઈ ગયે. તે વખતે વાઘે વૃક્ષ નીચે આવી વાનરીના ઉત્સગમાં માથું મૂકી સુતેલા તે મનુષ્યને જોઈ વાનરીને કહ્યું કે—“ હું ભદ્ર! જગતમાં કરેલા ઉપકારને કોઈ જાણતું નથી, અને મનુષ્ય તો વિશેષે કરીને જાણતા નથી. આ વિશે એક છત સાંભળ– કઈ એક ગામમાં શિવસ્વામી નામનો બ્રાહ્મણ રહેતા હતા. એકદા તે તીર્થયાત્રા કરવા માટે પિતાને ઘેરથી નીકળી દેશાંતરમાં ભમ ભમતે એક મોટી અટવામાં આવ્યો. ત્યાં તૃષાતુર થવાથી જળની શોધ કરતાં તેણે એક જણ કુવે છે. તેથી તેણે ઘાસનું દેરડું બનાવી તેની સાથે કાશીએ બાંધી જળને માટે કુવામાં નાખે. તે વખતે તે દેરડાને વળગીને એક વાનર તે કુવામાંથી બહાર નીકળે. તે જોઈ બ્રાહ્મણે વિચાર કર્યો કે-“આ મારો પ્ર. યાસ સફળ થયો.” એમ વિચારો તેણે ફરીથી દેરડાએ બાંધે કળશીઓ કુવામાં નાં . તે વખતે એક વાઘ અને એક સર્પ તેમાંથી નીકળ્યા. તેમણે બ્રાહ્મણને પ્રાણદાયક ગણી તેને નમસ્કાર કયો. ત્યારપછી તે ત્રણમાં વાનર જાતિસ્મરણ યુકત હતું. તેથી તેણે પૃથ્વીપર અક્ષરો લખી બ્રાહ્મણને જણાવ્યું કે–“હે દ્વિજ ! અમે મથુરા નગરીની સમીપે રહીએ છીએ. તમારે કઈ વખત ત્યાં અમારી પાસે આવવું. અમે કાંઈક તમારે સત્કાર કરશું. બાકી આ કુવામાં હજુ એક મનુષ્ય પણ પડે છે, પરંતુ તેને તારે બહાર કાઢવે નહીં. કારણ કે તે કરેલા ઉપકારનો નાશ કરનાર (કૃત) છે.” એમ કહી તે ત્રણે પોતપોતાને સ્થાને ગયા. ત્યાર પછી બ્રાહ્મણે વિચાર કર્યો કે –“આ બિચારા મનુષ્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust