________________ ૧૬ર શ્રી શાંતિનાથ ચરિત્ર. 5. ગોપતિપુરદ્ધિામાં, વજ્ઞજ્યાં સૈવતઃ | પરિણીય વર્ષઃ સપ્ત, પુનતંત્ર મતોSભ્યમ્ | R " “હું દેવગે કરીને ગોપાલક નામના નગરમાંથી વલભી'પુરમાં આવ્યું અને સાત વધુઓને પરણીને પા છે ત્યાં જ ગમે ." આ પ્રમાણે લખી સર્વે સ્ત્રીઓ પ્રથમ કહેલા શાકનો અર્થ નહીં જાણવાથી લજજા પામી વિચારમાં પડેલી બેઠી છે, તેટલામાં ઘરના દ્વાર પાસે જઈ પુણ્યસારે ગુણસુંદરીને કહ્યું કે-“તું અંદર જ જેથી મારે સુખે કરીને દેહચિંતા થાય.” તે સાંભળી તે પણ ભતારને બાધારહિત દેહચિંતા થવા માટે ઘરની અંદર ગઈ, એટલે પુણ્યસાર તત્કાળ ઘરબહાર તેમજ ગામ બહાર નીકળી પેલા વડ પાસે જઈ તેના કેટરમાં પેઠે તેટલામાં તે દેવીઓ પણ આવી અને તેઓએ પાતાની શક્તિથી તે વૃક્ષ ઉપાડીને તેને અસલ સ્થાને મૂકી દીધું. - અહીં પુરંદર શ્રેષ્ઠી પણ આખા નગરમાં ભમી ભમી પુત્રને કયાંઈ પણ જે નહીં, તેથી રાત્રીને છેડે થાકીને જેટલામાં તે વડે વૃક્ષ પાસે આવ્યો. તેટલામાં રાત્રી પૂર્ણ થઈ અને અંધકાર નષ્ટ થયું એટલે પુણ્યસાર પણ પ્રભાત સમય થયેલ જાણી વડના કોટરમાંથી બહાર નીકળી મનહર વેષ અને અલંકારાદિકને ધારણ કરતા ત્યાં ફરે છે, તેટલામાં પુરંદર શ્રેષ્ઠીએ દીઠે. તેને અદ્દભૂત શોભાવાળા જોઈ વિસ્મય પામી હે વત્સ ! હે વત્સ !" એમ બેલી શેઠે આલગન કર્યું અને ત્યાંથી આગ્રહ કરીને ઘેર લઈ ગયા. પતિ અને પુત્ર સાથે આવેલા જોઈ શેઠાણું હર્ષ પામી. પછી માતાપિતાએ સ્નેહપૂર્વક પુત્રને ઉત્સગમાં બેસાડી આલિંગન દઈને પુછયું કે-“હે પુત્ર! તારી આવી શભા કયાંથી થઈ?” ત્યારે પુણ્યસારે માબાપની પાસે આશ્ચર્યકારક એવી પોતાની સમગ્ર કથા કહી બતાવી. તે સાંભળી આશ્ચર્ય પામેલા માતાપિતા બેલ્યા કે “અડે ! પુત્રનું ભાગ્ય કેવું અદ્ભુત છે કે જેથી તેણે એક રાત્રીમાં જ આટલી મોટી ત્રાદ્ધિ પ્રાપ્ત કરી.” પછી પિતાએ કહ્યું કે હે વત્સ ! તને શિક્ષા આપવાના હેતુથી કોધ કરીને જે કંઈ કહg વન મેં કહ્યું છે તે તારે મનમા ન લાવવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust