________________ 161 ચતુર્થ પ્રસ્તાવ. " દરે તમને મારા જમાઈ તરીકે અહીં આણેલા છે, માટે આ સાતે કન્યાએનું પાણિગ્રહણ કરે.” એ પ્રમાણે કહી શ્રેષ્ઠીએ તેને વરને યોગ્ય નવાં વસ્ત્ર પહેરાવ્યાં, તથા લક્ષ મૂલ્યનાં ઘરેણાંથી તેને અલંકૃત કર્યો. ત્યારપછી ધવળમંગળપૂર્વક અગ્નિની સાક્ષીએ શુભ મુહૂર્ત પુરંદર શ્રેણીને પુત્ર પુણ્યસાર સાતે મનહર કન્યાને પર. તે વખતે તેણે મનમાં વિચાર કર્યો કે–“અહ! પિતાએ મને કાઢી મૂક્યો તે સારું થયું, અન્યથા મારા પુણ્યને પ્રભાવ કેમ પ્રગટ થાત?” પછી પાણિગ્રહણની ક્રિયા પૂર્ણ કરીને શ્રેષ્ઠી સાતે પુત્રીઓ સહિત પુણ્યસારને મહોત્સવપૂર્વક પિતાને ઘેર લઈ ગયે, અને મહેલની ઉપલી ભૂમિકા ઉપર તેને રાખ્યો. સાતે કન્યાઓ પુણ્યસારને પર્યક ઉપર બેસાડી પિતે નીચેના આસનેપર બેસી પૂછવા લાગી કે –“હે નાથ ! તમે કળાભ્યાસ કેટલે કર્યો છે ?" તે બોલ્યો કે–“હે મુગ્ધાઓ ! મને કળાએ બહુ પસંદ નથી. કેમકે अत्यन्तविदुषां नैव, सुखं मूर्खनृणां न च / अर्जनीयाः कलाविद्भिः, सर्वथा मध्यमाः कलाः // 1 // અત્યંત વિદ્વાનોને સુખ નથી, તેમજ અતિ મૂર્ખ માણસોને પણ સુખ નથી, તેથી કળાને ભણનારાઓએ સર્વથા પ્રકારે મધ્યમ કળાઓજ ઉપાર્જન કરવી.” આ લેકના અર્થને તેઓ સમજી શકી નહીં, તેથી તેઓ વિચારમાં પડી. તે વખતે પુણ્યસારે મનમાં વિચાર્યું કે– જે પેલું વૃક્ષ જતું રહેશે તે હું અહીં રહી જઈશ, માટે મારે અહીં વિલંબ કરો એગ્ય નથી.” એમ વિચારી તે ચોતરફ જેવા લાગ્યો. એટલે સૌથી નાની ગુણસુંદરીએ પૂછયું કે-“હે સ્વામીનાર્થ! શું તમને દેહચિંતાની બાધા થઈ છે?” તેણે જવાબ આપે કે –“હા.” ત્યારે તે ગુણસુંદરી . તેને હાથ પકડી તેને નીચે લઈ ગઈ. ત્યાં પિતાનું સ્વરૂપ જણાવવા માટે તેણે ભારવટ ઉપર ખડીવડે આ પ્રમાણે એક લેક લખ્યું - ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust