________________ ચતુર્થ પ્રસ્તાવ. 163 પુણ્યસાર પણ છે કે–“ હે પિતા! તમારી શિક્ષા તે મને હિતકારક થઈ છે. કહ્યું છે કે अमीय रसायण अग्गली, माय ताय गुरु सीख / जे उ न मन्नइ बप्पडा, ते रुलीया निसदीस // 1 / / માતાપિતા અને ગુરૂની શીખામણ અમૃત ને રસાયણ કરતાં પણ શ્રેષ્ઠ છે–વધે તેવી છે, જે બાપડા તેને માનતા નથી તે રાત્રી દિવસ સંસારમાં રૂછે છે-રખડે છે–સુખી થતા નથી.” પુત્રના આવા ઉત્તરથી માતાપિતા હર્ષ પામ્યા. ત્યાર પછી તે પુત્રે વલ્લભીથી મળેલા લાખ રૂપિયાના અલંકારે છુતકાને આપી રાજાને અલંકાર પાછો લાવી પિતાને આપે. તેણે લઈ જઈને રાજાને આપ્યા. ત્યારપછી તે પુણ્યસાર સર્વ ગુણેને નાશ કરનારા ઘુતવ્યસનને સર્વથા ત્યાગ કરી પોતાની દુકાનનો ઉત્તમ વ્યાપાર કરવા લાગ્યા. અહીં ભર્તાર પાછા નહીં આવવાથી ગુણસુંદરીએ ઉપર જઈ પોતાની મોટી બહેનોને કહ્યું કે–“ઘણે સમય થઈ ગયે, પરંતુ હજી તે આવ્યા નહીં, તેથી જણાય છે કે દેહચિંતાના મિષથી તેઓ કયાંક જતા રહ્યા છે.” તે સાંભળી સર્વ સ્ત્રીઓ દુ:ખથી રેવા લાગી. તેમનું રૂદન સાંભળી તેમના પિતાએ તેમની પાસે જઈ રૂદનનું કારણ પૂછ્યું. ત્યારે તેઓ બોલી કે –“હે પિતા ! તે અમારા પતિ ક્યાં જતા રહ્યા જણાય છે. તે સાંભળી પિતાએ કહ્યું-“કુળાદિક પરંપરા પૂછી નહીં અને તે જાણ્યા વિના એકઠી થઈને તેને પકડી પણ રાખે નહીં. મનહર સ્ત્રીઓને પામીને કોઈ પણ પુરૂષ લોભાય છે, તો તમે તેને પ્રાપ્ત થઈ હતી, છતાં તેણે તમારે ત્યાગ કેમ કર્યો? તે પોતાના શરીર પરના સર્વ અલંકાર લઈને ગયે છે, તેથી એમ જણાય છે કે તે કોઈ પણ જાતને વ્યસની હશે. વળી જે દેવને આપેલ ભર્તાર આ થયો, તે પછી તેમાં પૂર્વ જન્મના કર્મને જ દોષ જાણ; પરંતુ તમે તેની સાથે વાત કરતાં તેનું નામ ઠામ કાંઈ પણ જાયું છે કે નહીં ? " પિતાનાં આ પ્રમાણેનાં વચન સાંભળી ગુણસુંદરી બેલી કે—બતે પુરૂષે જતી વખતે દીવાને અજવાળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust