________________ G સપ્તમ પરિચ્છેદ. (71) . તમે મને ઓળખે છે કે ?" અજાણ્યા તેજસ્વી પુરૂષ શરૂઆત કરી. “આપણે ઘણે જુને પરિચય ધરાવીએ છીએ ", " આપને જોતાં જ મારી દ્રષ્ટિ ઠરે છે તેથી આપણે રહી અને પરિચિત તે જરૂર હશું, પણ મને અત્યારે કંઈ યાદ આવતું નથી. સંભવિત છે કે પૂર્વભવને વિષે આપણે નેહ –સંબંધ હોય.” ચિત્રવેગે જવાબ આપે. એ વાત એક બાજુ રહેવા દ્યો. અત્યારે મને વધુ વખત નથી, આપણે નિરાંતે કેઇવાર વાત કરીશું. આ મણિ આ-' પવા માટે જ હું તમારી પાસે ઉતાવળે ઉતાવળે આવી પહોંચે છું. તે તમારી પાસે જ રાખજે. હળાહળ ઝેરની સામે થવાનું એમાં પૂરેપૂરું સામર્થ્ય છે, " તેજવી દેવપુરૂષે - મણિ આપતાં ઉચ્ચાર્યું. આ બધી નિષ્કારણ પ્રવૃત્તિ શા સારૂ હશે એવી ચિત્રવેગના દિલમાં મુંઝવણું ઉપજી. " પણ કઈ કારણું ખરૂં? " ચિત્રવેગે ઉત્સુકભાવે પૂછ્યું. " મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ અત્યારે બહુ વાત કરવાને અવકાશ નથી, અને જરૂર પણ નથી આ મણિ રાખી તમારા દુઃખમાં એ તમને સહાયક બનશે.” પણ હારી ઉપર એવી કઈ હેટી આપત્તિ આવી પડવાની છે ?" ચિત્રવેગના પ્રશ્નનો ઉત્તર આપતાં દેવપુરૂષે કહ્યું -" પ્રજ્ઞ સિવિદ્યાના પ્રભાવને લીધે નભવાહન રાજા આ બધું જાણી ચૂક છે. તે એટલે બધે કોપાયમાન થયા છે કે એ તમને ખુવાર કરવા દરેક પ્રયત્ન કરશે, અને હવે તે થોડા જ સમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust